ખારેક અને શીંગદાણા નું શાક (Kharek Shingdana Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#PR
#cookpadindia
#cookpadguj
#jainrecipe
#Healthyrecipe

પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે. અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના)દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે.
પર્યુષણ પર્વ પર ક્ષમત્ક્ષમાપણું કે ક્ષમાવાણીનો કાર્યક્રમ એવો છે કે જેનાથી જેનેતર જનતાને ખુબ જ પ્રેરણા મળે છે. આની સામુહિક રૂપથી વિશ્વ મૈત્રી દિવસના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે. પર્યુષણ પર્વની પૂર્ણાહૂતિ પર આની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી કે ઋષી પંચમીના દિવસે સંવત્સરી પર્વ ઉજવવામાં આવે છે.
તે દિવસે લોકો ઉપવાસ કરે છે અને પોતાના પાપોની આલોચના કરતાં ભવિષ્યમાં તેમનાથી બચવાની પ્રતિજ્ઞા કરે છે. તેની સાથે જ તે ચોર્યાસી લાખ યોનીઓમાં વિચરણ કરી રહેલા બધા જ જીવોથી ક્ષમા માંગતાં એવું સુચિત કરે છે કે તેમનું કોઇનાથી કોઇ પણ પ્રકારનું વેર નથી.
મન, વચન અને કાયાથી જાણતાં અને અજાણતાં તે કોઇ પણ હિંસાની ગતિવિધિમાં પોતે પણ ભાગ નહી લે અને બીજા લોકોને પણ ભાગ લેવાનું નહી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ લોકો
  1. ૧૦૦ ગ્રામ કાચા શીંગદાણા
  2. ખારેક
  3. ૧૦ નંગ કાજુ
  4. ૧/૨રાઈ
  5. ૧/૨હળદર
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  7. ૩ ટી સ્પૂનધાણાજીરુ પાઉડર
  8. ૧ ટેબલ સ્પૂનગોળ
  9. ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  10. મીઠું સ્વાાનુસાર
  11. ૨ ટી સ્પૂનતેલ
  12. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખારેક, શીંગદાણા અને કાજુ ને ૪ કલાક પલાળવા.પછી ખારેક ની અંદર થી બી કાઢી ને નાના ટુકડા મા કાપી લેવા.

  2. 2

    હવે બધા ને એક કૂકર લઈ ને ૩ સીટી કરી ને બાફી લેવા.

  3. 3

    બફાઈ ગયા પછી ખારેક ને થોડી ચમચી થી મેશ કરી લેવી.જેથી સરસ ગ્રેવી થાય.
    હવે એક કડાઈમાં તેલ લેવું.તેમાં રાઈ એડ કરી રાઈ તતડે એટલે હિંગ, લાલ મરચું પાઉડર,ધાણાજીરુ,હળદર અને આમચૂર પાઉડર નાખી ને બાફેલી બધી સામગ્રી ઉમેરવી. હવે મીઠું અને ગોળ એડ કરવા.પાણી થોડું ઓછું રાખવું. જેથી લચકા પડતું શાક બને.શાક ને ૨ મિનિટ બરાબર ઉકાળી ને રોટી કે ખાખરા સાથે સર્વ કરવું.

  4. 4

    આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.પર્યુષણ માટે આ એક પરફેક્ટ સબ્જી છે.આ સબ્જી બધા જરૂર થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

ટિપ્પણીઓ (18)

Similar Recipes