રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#GCR
#CookpadIndia
#Cookpadgujarat
#RoseModak
ગણેશ ઉત્સવ ચાલી રહેયા છે અને આ વર્ષે મે પણ મારા ઘરે ગણેશજી ને પધાર્યા છે તો એમના માટે રોજ નવા નવા પ્રસાદ પણ ધરાવવા પડે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ કે ગણેશજી ને લાડુ તથા મોદક ઘણા પ્રિય છે. તો તેથી જ મે આજે એમના માટે રોઝ મોદક બનાવેલ છે જે એકદમ ઝડપ થી બની જાય તેવા છે.

રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)

#GCR
#CookpadIndia
#Cookpadgujarat
#RoseModak
ગણેશ ઉત્સવ ચાલી રહેયા છે અને આ વર્ષે મે પણ મારા ઘરે ગણેશજી ને પધાર્યા છે તો એમના માટે રોજ નવા નવા પ્રસાદ પણ ધરાવવા પડે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ કે ગણેશજી ને લાડુ તથા મોદક ઘણા પ્રિય છે. તો તેથી જ મે આજે એમના માટે રોઝ મોદક બનાવેલ છે જે એકદમ ઝડપ થી બની જાય તેવા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2 કપમિલ્ક પાઉડર (આટલા માપ માથી નાની સાઇઝ ના 8 નંગ બનશે.)
  2. 3-4 ટેબલ સ્પૂનદૂધ
  3. 2 ટેબલ સ્પૂનઘી
  4. 1/2 કપખાંડ
  5. 1 ટે સ્પૂનએલાઈચી પાઉડર
  6. 1/2 ટે સ્પૂનરોઝ વોટર અથવા સીરપ
  7. 2-3ટીપા રેડ ફૂડ કલર
  8. થોડી ગુલાબ ની પાંદડી
  9. પીસ્તા નો બારીક પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેનમાં ઘી અને મીલ્ક પાઉડર ઉમેરી 10 મિનિટ શેકી લો થોડો ગુલાબી થાય એટલે તેમાં ખાંડ અને દૂધ ઉમેરી મીકક્ષ કરી લો. આ ટાઈમ પર ગેસ ઓફ કરી લો જેથી ગાઠા ન પડે. બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ ઓન કરી ને હલાવતા રહો. એક ડો જેવું રેડી થાય એટલે ગેસ ઓફ કરી લો.

  2. 2

    હવે માવા માં રોઝ એસેન્સ તથા રેડ ફૂડ કલર ઉમેરો. બરાબર મીકક્ષ કરી લો. હવે તેને એક પ્લેટમાં ઠંડુ કરીલો જેથી તેના મોદક બનાવી શકાય

  3. 3

    તેમાં એલાઈચી પાઉડર અને ગુલાબ ની પાંદડી ઉમેરો

  4. 4

    માવા માંથી એક સરખી સાઈઝના 8 ભાગ કરી લો. અને હથેળી પર ઘી લગાવીને તેને મોદક જેવો શેપ આપો. અહીં તમે મોલ્ડ નો ઉપયોગ કરી શકો. મોલ્ડ ના હોય તો હાથેથી બનાવી લેવા અને તૂથ પીક થી મોદક જેવી ઇમ્પ્રેશન આપો.

  5. 5

    તો તૈયાર છે ફટાફટ બની જાય એવા આપણા ગણેશજી ને ભાવે તેવા રોઝ મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes