રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose gulkand sahi lassi recipe in Guj.)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#SRJ
#NFR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં એલચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2-3 ગ્લાસ માટે
  1. 1 કપજાડું મોળું દહીં (પાણી નીતારેલું)
  2. 3 Tbspસુગર પાવડર
  3. 2 Tbspરોઝ સીરપ
  4. 2 Tbspફ્રેશ ક્રીમ
  5. 2 Tbspગુલકંદ
  6. 1 Tspએલચી પાવડર
  7. 1/4 કપચીલ્ડ મિલ્ક
  8. થોડી ધોઇને સમારેલી ગુલાબની પાંદડી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક મિક્સર જારમાં જાડું મોળું દહીં લઈ તેમાં સુગર પાવડર અને રોઝ સીરપ ઉમેરવાના છે.

  2. 2

    ફ્રેશ ક્રીમ અને ગુલકંદ ઉમેરવાના છે.

  3. 3

    એલચી પાવડર અને ચિલ્ડ મિલ્ક ઉમેરવાનું છે.

  4. 4

    ગુલાબની સમારેલી પાંદડીઓ ઉમેરી બધુ બરાબર રીતે મિક્સરમાં ચર્ન કરી લેવાનું છે. જેથી રોઝ ગુલકંદ શાહી લસ્સી સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  5. 5

    એક સર્વિંગ ગ્લાસમાં સૌથી પહેલા નીચે થોડું રોઝ સીરપ ઉમેવાનું છે. તેના પર તૈયાર કરેલી લસ્સી ઉમેરવાની છે.

  6. 6

    તેના પર ગુલાબની સમારેલી પાંદડીઓ, થોડો એલચી પાવડર અને ફરી થોડું રોઝ સીરપ ઉમેરવાનું છે.

  7. 7

    જેથી આપણા રોઝ ગુલકંદ શાહી લસ્સીના સર્વિંગ ગ્લાસ સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  8. 8
  9. 9
  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes