થાઇ નૂડલ્સ (Thai noodles recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

મેં dear @Disha_11 Disha Ramani Chavda mam સાથે ઝૂમ લાઇવમાં થાઇ નૂડલ્સની રેસિપી શીખી. Thank you for amazing unique recipe and excellent live session. ઝૂમ લાઇવમાં એમણે સરસ રીતે સમજાવ્યું અને રેસીપી શીખવાની મજા આવી.

થાઇ ડીશીસ માઇલ્ડ અને ટેસ્ટી હોય છે. તેમાં તાજા મસાલાથી યુનીક ફ્લેવર ઉમેરાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40 મિનિટ
3-4 વ્યક્તિ
  1. ➡️થાઇ ગ્રીન કરી પેસ્ટ માટે,
  2. 1 કપદાંડી સાથેની કોથમીર
  3. 1ડુંગળી
  4. 8-10કળી લસણ
  5. 1મોટો ટુકડો આદું
  6. 3-4લીલા મરચાં
  7. 1 ટીસ્પૂનસૂકા ધાણા
  8. 1 ટીસ્પૂનજીરુ
  9. 5-7કાળા મરી
  10. 2ડાળી લેમનગ્રાસ
  11. 1 ટીસ્પૂનલેમન ઝેસ્ટ (ખમણેલી લીંબુની છાલ)
  12. 5-6ફ્રેશ બેઝિલ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. ➡️થાઇ નૂડલ્સ માટે,
  15. 1 કપકોકોનટ મિલ્ક
  16. 300 ગ્રામનૂડલ્સ
  17. 2-3 ટેબલ સ્પૂનતેલ
  18. 50 ગ્રામટોફૂ કે પનીર
  19. 1ડુંગળી
  20. 1/2લીલું કેપ્સીકમ
  21. 1/2લાલ બેલ પેપર (કેપ્સીકમ)
  22. 1/2પીળું બેલ પેપર
  23. 8-10ફણસી
  24. 1નાનું ગાજર
  25. 1/4 કપઅમેરિકન મકાઈના દાણા
  26. 1/4નાની કોબીજ
  27. 2-3 ટેબલ સ્પૂનતેલ
  28. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ગ્રીન કરી પેસ્ટ માટેની સામગ્રીમાંથી મરી,ધાણા અને જીરુ ને પીસી લેવું.

  2. 2

    તેમાં બાકીની સામગ્રી ઉમેરી જરુર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    ડુંગળી, કોબીજ,કેપ્સીકમ ને લાંબા સમારી લેવા. ગાજર અને ફણસીને પણ લાંબા પાતળા સમારી લેવા. મકાઇના દાણા, ફણસી અને ગાજરને મીઠું અને પાણી નાખી 2 મિનિટ માટે માઇક્રોવેવ કરી લેવા. ટોફૂને પણ લાંબુ પાતળું સમારી લેવું.

  4. 4

    નુડલ્સ ને બાફી ને ઠંડા કરી લેવા.

  5. 5

    એક પેનમાં ઓઈલ મૂકી તેમાં ડુંગળી નાખી થોડીવાર માટે કુક કરવી. તેમાં કોબીજ, કેપ્સીકમ નાખી ફાસ્ટ ગેસ પર સાંતળવા. 1-2 મિનિટ પછી તેમાં બધા વેજીસ નાખી સાંતળવા.ત્યાર બાદ ટોફૂ નાખીને મિક્સ કરવું.

  6. 6

    હવે તેમાં થાઈ ગ્રીન કરી પેસ્ટ નાખી દેવી. 1-2 મિનિટ સુધી શેકવું. હવે તેમાં કોકોનટ મિલ્ક નાખી દેવું. ત્યારબાદ નુડલ્સ નાખી મીઠું નાખી અને મિક્સ કરવું.

  7. 7

    ત્યારબાદ સહેજ મિલ્કનો ભાગ બળી જાય એટલે નુડલ્સ તૈયાર હશે. તેને ગરમાગરમ સર્વ કરવા.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes