મેગી વેજીટેબલ સ્ટરોમ્બોલી (Maggi Vegetable Stromboli Recipe in Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#MaggiMagicInMinutes
#Collab

#cookpadindia
#cookpadgujarati
સ્ત્રોમ્બોલી એક ઇટાલિયન રેસિપી છે.. જે પીઝા ના ડો માંથી બનતા હોય છે અને તેમાં પીઝા સોસ લગાવી અલગ અલગ પ્રકાર ના સ્ટફિંગ ભરી બેક કરી બનાવાય છે.. મે અહીં મેગી માંથી સ્ત્રોમ્બોલી બનાવી ઇનોવેશન કર્યું છે જેમાં વેજીટેબલ સાથે મેગી બનાવી સ્ટફિંગ કર્યું છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને બાળકો ની પ્રિય એવી મેગી અને પીઝા બંને નો સ્વાદ આવતો હોવાથી તેમને તો મોજ જ મોજ.

મેગી વેજીટેબલ સ્ટરોમ્બોલી (Maggi Vegetable Stromboli Recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#Collab

#cookpadindia
#cookpadgujarati
સ્ત્રોમ્બોલી એક ઇટાલિયન રેસિપી છે.. જે પીઝા ના ડો માંથી બનતા હોય છે અને તેમાં પીઝા સોસ લગાવી અલગ અલગ પ્રકાર ના સ્ટફિંગ ભરી બેક કરી બનાવાય છે.. મે અહીં મેગી માંથી સ્ત્રોમ્બોલી બનાવી ઇનોવેશન કર્યું છે જેમાં વેજીટેબલ સાથે મેગી બનાવી સ્ટફિંગ કર્યું છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને બાળકો ની પ્રિય એવી મેગી અને પીઝા બંને નો સ્વાદ આવતો હોવાથી તેમને તો મોજ જ મોજ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 20 મિનિટ
4 વ્યક્તિ
  1. ➡️લોટ બાંધવા માટે ના ઘટકો-
  2. 1 કપહુંફાળુ પાણી
  3. 1 ટેબલ સ્પૂનખાંડ પાઉડર
  4. 1 ટી સ્પૂનડ્રાય યીસ્ટ
  5. 2 કપમેંદો
  6. 1 ટી સ્પૂનમીઠુ
  7. 1 ટી સ્પૂનતેલ
  8. ➡️ સ્ટફિંગ માટે ના ઘટકો-
  9. 1 ટેબલ સ્પૂનતેલ
  10. 2-3કળી લસણ ચોપ કરેલું
  11. 1/2 કપડુંગળી ઝીણી સમારેલી
  12. 1/4 કપલીલું કેપ્સિકમ
  13. 1/4 કપલાલ બેલ પેપર
  14. 1/4 કપપીળું બેલ પેપર
  15. 1/4 કપગાજર
  16. 1/4 કપકોર્ન બાફેલા
  17. 1 ટી સ્પૂનલાલ મરચું
  18. 3 ટી સ્પૂનમેગી મસાલા
  19. મીઠું સ્વાદાનુસાર
  20. 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  21. 1 ટી સ્પૂનઓરેગાનો
  22. 1 ટી સ્પૂનઇટાલિયન હરબ્
  23. ➡️1 ટી સ્પૂન ઓઈલ ગ્રીસ કરવાં

રાંધવાની સૂચનાઓ

1 કલાક 20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બોલ માં હુંફાળુ પાણી લઈ તેમાં ખાંડ નાખી હલાવો.. ખાંડ ઓગળે એટલે તેમાં ડ્રાય યીસ્ટ નાંખી 10 મિનિટ રેસ્ટ આપો જેથી યીસ્ટ એક્ટિવ થશે... ઇન્સ્ટન્ટ યિસ્ટ હોય તો ડાયરેક્ટ પણ નખાય પણ યિસ્ટ એક્ટિવ છે કે નહિ તે માટે તેને આ રીતે ઉપયોગ માં લેવી.

  2. 2

    હવે ઈસ્ટ એક્ટિવ થાય એટલે તેમાં મીઠું અને મેંદો ઉમેરતા જાવ અને મિક્સ કરીને લોટ બાંધી લો.. લોટ ને તેલ નાંખી થોડી વાર માટે મસળી લઈ ઊપર પ્લાસ્ટિક પેપર થી ફીટ કરી ગરમ જગ્યા પર મુકી દો. 1 કલાક સુધી એમ જ રેહવા દો.

  3. 3

    ત્યાં સુધી માં સ્ટફિંગ તૈયાર કરી લો. જેના માટે એક પેન માં તેલ મૂકી તેમાં લસણ સાંતળો. પછી તેમાં ડુંગળી ઝીણી સમારેલી નાખી સાંતળો. પછી બધા વેજીટેબલ નાખી થોડી વાર માટે ચડવો.. અધકચરા જ રાખવાના છે.

  4. 4

    બીજી બાજુ તપેલી માં પાણી લઈ ઉકળે એટલે તેમાં મેગી ઉમેરી પકવો.2 મિનીટ માં મેગી ચડી જશે જેને નિતારી લેવી.

  5. 5

    પછી વેજીટેબલ સાથે આ તૈયાર મેગી નાખી હલાવો. જેમાં લાલ મરચું, મેગી મસાલા, મીઠુ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, હરબસ નાખી મિશ્રણ તૈયાર કરો.

  6. 6

    હવે મેંદા નો લોટ ડબલ થઈ જાય એટલે તેને હાથ થી હવા કાઢી ને ફરીવાર કેળવી લેવો. અને બે મોટાં ગોડા વાળી અલગ કરવાં.

  7. 7

    હવે એક ગોળા ને પાટલી પર કોરો લોટ લઈ ગોળ વણી લઈ પીઝા કટર થી ફોટો માં બતાવ્યાં મુજબ કાપા પાડવા. પછી તેના પર પીઝા સોસ લગાવી દેવો. જેના પર મેગી નું સ્ટફિંગ લગાવી ઊપર મોઝરેલા ચીઝ લગાવી ક્રિસ ક્રોસ માં સેપ આપવો. તેજ રીતે બીજા ગોળા ને ગોળ વણી ઊપર પીઝા સોસ લગાવી તેના પર સ્ટફિંગ મુકી ઊપર ચીઝ લગાવી ફોટો માં બતાવ્યાં પ્રમાણે પેક કરી બંને બ્રેડ તૈયાર કરવી.

  8. 8

    હવે ઓવન ને પ્રિ હીટ કરવા મુકો. બંને બ્રેડ ને ઓવન ની પ્લેટ ઉપર બટર પેપર મુકી તેના ઊપર મૂકવી ને ઊપર થી કાપા પાડી તેલ થી ગ્રીસ કરવી. ઊપર થી તલ ભભરાવી લેવાં. ઓવન માં 200 ડિગ્રી પર 20 થી 25 મિનીટ બેક કરો.

  9. 9

    તો તૈયાર છે ઇટાલિયન મેગી વેજીટેબલ સ્ટરોમ્બોલી... જેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.. ઇચ્છાનુસાર ગાર્નિશ કરીને પ્લેટ્ટિંગ કરવું.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes