બટાકાની ભાખરવડી (Potato Bhakharvadi Recipe In Gujarati)

Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919

આ ભાખરવડી નાસ્તામાં બનાવી શકાય છે અને સ્વાદમાં ખુબજ સરસ બને છે.
#TT2

બટાકાની ભાખરવડી (Potato Bhakharvadi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ ભાખરવડી નાસ્તામાં બનાવી શકાય છે અને સ્વાદમાં ખુબજ સરસ બને છે.
#TT2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. ૪ નંગબટાકા
  3. 2 ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  4. કોથમીર જરૂર મુજબ
  5. 1/2 લીંબુ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૨ ટી.સ્પૂનખાંડ
  8. ૨ ટી.સ્પૂનગરમ મસાલો
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઘઉંના લોટમાં થોડું મીઠું અને તેલનું મોણ નાખી લોટ બાંધી લો. બટેટાને બાફી લો અને છાલ ઉતારીને છીણી લો.

  2. 2

    બટેટાના માવામાં આદુ મરચાની પેસ્ટ બધા સુકા મસાલા લીંબુ અને કોથમીર નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે બાંધેલા લોટમાંથી મોટો રોટલો વણી તેના પર બટાકા નો મસાલો પાથરી દો અને એનો કડક રોલ વાળી લો.

  4. 4

    ત્યારબાદ તમારા મનપસંદ સાઈઝના કાપા પાડી લો અને હથેળીથી થોડી દબાવીને પ્રેસ કરી લો.

  5. 5

    હવે ગેસ પર તેલ મૂકી તેલ ગરમ થાય એટલે મીડીયમ ગેસ પર બધી ભાખરવડી તળી લો આછી ગુલાબી રંગની થાય અને ઉપરનું પડ કડક થાય એટલે તેલ માંથી કાઢી લો.

  6. 6

    આ ભાખરવડી ને તમે આમલીની ચટણી લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો આ ભાખરવડી સ્વાદમાં ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919
પર

Similar Recipes