મીની ભાખરવડી (Mini Bhakharvadi Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ✨ લોટ બાંધવા માટેની વસ્તુ
  2. વાટકો મેંદો
  3. ૧/૪ચણા નો લોટ
  4. ૨ ચમચીઘી (મોણ માટે)
  5. ૨ ચમચીતેલ (મોણ માટે)
  6. ૧ ટી સ્પૂનહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ✨ સ્ટફિંગ માટે ની વસ્તુ
  9. ૧ કપગોળ આંબલી ની પેસ્ટ
  10. ૧ ચમચો ચણા નો લોટ
  11. ૧ ચમચીઆખા ધાણા
  12. ૧ ચમચીસફેદ તલ
  13. ૧ ચમચીવરિયાળી
  14. ૩_૪ લવિંગ
  15. તજ નો ટુકડો
  16. ૧ ચમચીતેલ
  17. ૧ ચમચીઆમચૂર પાઉડર
  18. ૧ ચમચીમરચું પાઉડર
  19. ૧ ચમચીહળદર
  20. ૨ ચમચીખાંડ
  21. ૧ ચમચીસેકેલો જીરૂં પાઉડર
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. ✨ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલા બધી વસ્તુ રેડી કરી લેવી ને ધાણા વરિયાળી તલ ને ખડા મસાલા સેજ સેકી લેવા.

  2. 2

    ને ચણા ના લોટ ને પણ એક ચમચી તેલ ગરમ થાય એટલે જરાક સેકી લેવો.

  3. 3

    હવે ઠરી જાય એટલે સેકેલા મસાલા સાથે સેકેલો લોટ ને મસાલા મિક્સ કરી પીસી લેવું.

  4. 4

    હવે લોટ બાંધવા માટે મેંદો ને ચણા નો લોટ મિક્સ કરી તેમાં હળદર ને મીઠું નાખવા ને ઘી તેલ નુ મિક્ષ મોણ નાખવું.

  5. 5

    હવે મૂઠિયાં પડતું મોણ નાંખી મીડિયમ લોટ બાંધી થોડી વાર કપડાં થી ઢાંકી રાખો ને પછી આપને ગોળ આંબલી જે પલાળી રાખ્યાં છે એની પેસ્ટ બનાવી લેવી.

  6. 6

    હવે મસાલો લોટ ને પેસ્ટ બધું રેડી થઈ ગયું છે તો હવે આપણે લોટ મસળી ને તેનાં પેંડા વારી ને ગોળ સેપ આપશું.

  7. 7

    હવે પેલા તેમાં વચ્ચે પેસ્ટ લગાવી આજુ બાજુ નિ જગ્યા કોરી રાખવી ને મસાલા મા સેજ પાણી વરો હાથ કરી મસાલો સેટ કરી લેવો ને કોરી જગ્યા એ આંગળી નિ મદદ થી પાણી લગાવું.

  8. 8

    હવે એકદમ ફીટ રોલ વાળવો ને વચ્ચે વચ્ચે પાણી લગાડતા જવું ને રોલ વડાઈ જાય એટલે ચાકુ નિ મદદ થી એના પિશ કરી લેવા.

  9. 9

    હવે વચ્ચે થી જરાક ચપટો શેપ આપી બધી ભાખરવડી રેડી કરી લેવી ને મીડિયમ આંચ પર તળવી.

  10. 10

    આ રિતે રેડી છે આપની મીની ભાખરવડી જે સ્વાદ મા એકદમ ક્રંચી ને ટેસ્ટી બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes