મકાઈ ની ભાખરવડી (Makai Bhakharvadi Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

મકાઈ ની ભાખરવડી (Makai Bhakharvadi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  1. લોટ માટે સામગ્રી-------
  2. 2 વાડકીબેસણ
  3. 2 ચમચીચોખાનો લોટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 2-3 ચમચીતેલ
  6. પાણી જરૂર મુજબ
  7. સ્ટફિંગ માટે સામગ્રી------
  8. 2 નંગછીણેલી મકાઈ
  9. 3-4 ચમચીકોપરા નુ છીણ
  10. 3-4 ચમચીતેલ
  11. 1/2 ચમચીરાઈ
  12. 1/3 ચમચીજીરું
  13. 1/2 ચમચીહિંગ
  14. 3-4 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  15. 1 ચમચીતલ
  16. 2 ચમચીલાલ મરચું
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1લીબું નો રસ
  19. 3-4 ચમચીખાંડ
  20. લીલા ધાણા
  21. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલમાં મા બેસણ અને ચોખાનો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી બરાબર મિક્ષ કરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો

  2. 2

    હવે કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિગ નાખી છીણેલી મકાઈ નાખી દો તેમાં લીલા મરચા ની પેસ્ટ નાખી બરાબર હલાવી થોડી વાર થવા દો

  3. 3

    હવે તેમાં કોપરા નુ છીણ, મીઠું, ખાંડ, લીબું નો રસ, લાલ મરચું, ગરમ મસાલો, તલ અને ધાણા નાખી બરાબર હલાવી લો

  4. 4

    હવે લોટ માથી મોટો લુઓ લો અને મિડીયમ સાઈઝ નો રોટલો વણી વચ્ચે પુરણ ભરી રોલ વાડી લો

  5. 5

    હવે તેને લાબા કટ કરી થોડા વણી લો લાબી સાઈઝના હવે તેને ગરમ તેલ મા બદામી રંગના તળી લો

  6. 6

    સર્વિગ પ્લેટ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes