સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

Evergreen શાક કહી શકાય..
.. બધા સાથે ખાઈ શકાય છે..
એકલું શાક ખાવાની પણ એટલી જ મજા આવે છે..

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૪ નંગટામેટા
  2. વાટકો સેવ
  3. ૧ નંગડુંગળી
  4. કળી લસણ
  5. ૨ નંગલીલાં મરચાં
  6. કટકો છીણેલું આદુ
  7. ચમચો કાપેલા લીલા ધાણા
  8. મસાલા માં
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. વઘાર માટે
  14. ૨ ચમચીતેલ
  15. ૧/૨ ચમચીરાઈ
  16. ૧/૨ ચમચીજીરૂ
  17. ચપટીહિંગ
  18. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ડુંગળી ને ધોઈ ઝીણા કટકા કરી અલગ રાખવા..

  2. 2

    લસણ ના પણ ઊભા કટકા કરવા,મરચા ઝીણા કાપી લેવા..

  3. 3

    પેન માં વઘાર નું તેલ લઇ રઈ,જીરું હિંગ નાખી તતડાવી લેવું, ડૂંગળી લસણ મરચા આદું નાખી સરસ રીતે સાંતળી લેવું

  4. 4

    ત્યારબાદ ટામેટા ના કટકા ઉમેરી સરખી રીતે પકવી લેવા.. ટામેટા ગળી જાય એટલે બધા મસાલા કરી જરૂર મુજબ રસો કરવો હોય એટલું પાણી ઉમેરવું..

  5. 5

    સરખી રીતે ઉકાળી લેવું.. ૨-૩ ઉભરા આવે પછી સેવ ઉમેરી ગેસ ધીમો કરી પાછું ૩-૪ મિનિટ માટે ઉકાળી ને ગેસ બંધ કરી બાઉલ માં કાઢી લેવું..

  6. 6

    ટેસ્ટી સેવ ટામેટા નું શાક તૈયાર છે..ઉપર ધાણા નાખી સર્વ કરવું..

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (11)

દ્વારા લખાયેલ

Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes