સેવ ટામેટા નુ શાક દૂધમાં (Sev Tameta Shak In Milk Recipe In Gujarati)

Roshani Prajapati
Roshani Prajapati @Roshani123

આ શાક દૂધમાં એકદમ નવીન રીતે બનાવવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ બને છે..ભાખરી સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે.

#HP

સેવ ટામેટા નુ શાક દૂધમાં (Sev Tameta Shak In Milk Recipe In Gujarati)

આ શાક દૂધમાં એકદમ નવીન રીતે બનાવવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ બને છે..ભાખરી સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે.

#HP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ થી ૪
  1. ૪ ચમચી- તેલ
  2. ૧ ચમચી- જીરું
  3. ૧/૪ ચમચી- હિંગ
  4. સૂકું લાલ મરચું
  5. ૧/૪ ચમચી હળદર
  6. ૨ ચમચી- આદુ, મરચા લસણ ની પેસ્ટ
  7. મીડિયમ સાઈઝ ની ડુંગળી- ઝીણી સમારેલ
  8. કપ- રતલામી સેવ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ૧ ચમચી- લાલ મરચું
  11. ૧ ચમચી ધાણા જીરું
  12. ૧ ચમચી- કિચન કિંગ મસાલો
  13. ૧/૪ ચમચી- ગરમ મસાલો
  14. ૧ કપ- હૂંફાળું દૂધ
  15. ગાર્નિશ કરવા માટે.. કોથમીર
  16. સર્વ કરવા... ભાખરી, છાશ, સમારેલ ડુંગળી
  17. મિડીયમ સાઈઝ ના ટામેટા- સમારેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,હિંગ, સૂકું લાલ મરચું,આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો.

    હવે પેસ્ટ ને બરાબર સાંતળી લીધા બાદ તેમાં ડુંગળી ઉમેરી તેને પણ 3 મિનિટ માટે સાંતળી લો.

  2. 2

    તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરો..અને ત્યારબાદ તેમાં હળદર,મીઠું,લાલ મરચું,કિચન કિંગ મસાલો,ધાણાજીરું ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે આ પેસ્ટ ને 2 થી 3 મિનિટ માટે સાંતળી લો.

    હવે તેમાં દૂધ ઉમેરી તેને 1 મિનિટ માટે ઉકાળો.અને દૂધ ઊકળી જાય પછી તેમાં સેવ ઉમેરી મિક્સ કરો.

    સેવ ઉમેરી દીધા બાદ તેમાં ગરમ મસાલો અને કોથમીર ઉમેરો અને ફક્ત 2 મિનિટ માટે ચડવી લો.

    હવે 2 મિનિટ પછી શાક તૈયાર છે..તરત જ શાકને સર્વ કરો..

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ દૂધમાં સેવ ટામેટા નું શાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Roshani Prajapati
Roshani Prajapati @Roshani123
પર

Similar Recipes