કોથંબિર વડી (Kothimbir Vadi Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#TT2
#મહારાષ્ટ્રીયન_સ્પેશિયલ_વાનગી
#cookpadgujarati

કોથંબિર વડી એ મહારાષ્ટ્રની એક ખૂબ જ ફેમસ વાનગી છે. વરસાદ ની સિઝનમાં ગરમાગરમ અને ટેસ્ટી નાસ્તો જો મળી જાય તો મજા જ પડી જાય એમાં પણ કાઈક નવી સ્વાદિષ્ટ હેલ્ધી વાનગી હોય તો મજા બમણી થઈ જાય.
મિત્રો આજે હું ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતાથી બની જાય એવી મહારાષ્ટ્ર ની ખૂબ જ પ્રખ્યાત એવી કોથંમ્બીર વડીની રેસિપી લઈને આવી છું. તો આ રેસિપીમા એના નામ પ્રમાણે કોથમીર થી બને છે માટે આ રેસિપી ખૂબ જ હેલ્ધી પણ છે અને કોથમીર ખાવાથી શરીરમાં બહુ જ લાભ થાય છે અને જો તમારા બાળકો ને કોથમીર ભાવતી ના હોય તો આ કોથમીર વડી બાળકોને બનાવીને આપો હોશે હોશે ખાશે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.

Edit recipe
See report
Share
Share

Ingredients

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 3 કપપાણી
  2. 4 નંગજીના સમારેલા લીલાં મરચાં
  3. 2 ઇંચવાટેલું આદુ
  4. 2 tbspશેકેલા સીંગદાણા નો ભૂકો
  5. 2 tbspસફેદ તલ
  6. 2 tbspટોપરાનું છીણ
  7. 1 tbspલાલ મરચું પાવડર
  8. 1 tbspધાણા જીરું પાઉડર
  9. 1/2 tspહળદર પાઉડર
  10. નમક સ્વાદ અનુસાર
  11. 1 tspઅજમો
  12. 2 tbspસીંગતેલ
  13. 200 ગ્રામજીની સમારેલી કોથમીર
  14. 2 કપચણા નો લોટ
  15. 1/2 કપચોખાનો લોટ
  16. તેલ કોથંબિર વડી ને શેલો ફ્રાય કરવા માટે જરૂરી મુજબ

Cooking Instructions

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોનસ્ટિક પેનમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં જીના સમારેલા લીલાં મરચાં, વાટેલું આદુ ઉમેરો.

  2. 2

    હવે આમાં શેકેલા સીંગદાણા નો ભૂકો, સફેદ તલ અને સૂકા ટોપરા નું છીણ ઉમેરો.

  3. 3

    ત્યારબાદ આમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાઉડર, હળદર પાવડર, નમક, અજમો અને સીંગતેલ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લો.

  4. 4

    બધું મિક્સ થઈ જાય એટલે આ પાણી ને 1 મિનિટ માટે ઉકળવા દેવાનું છે.

  5. 5

    હવે આ પાણી માં સમારેલી લીલી કોથમીર, ચણા નો લોટ, ચોખાનો લોટ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને તેને 1 મિનિટ માટે ધીમા ગેસ ની આંચ પર સતત હલાવતા રહેવાનું છે.

  6. 6

    હવે પેન ને 2 મિનિટ માટે ધીમા ગેસ ની આંચ પર ઢાંકણ ઢાંકી ને કૂક કરી લો. ત્યારબાદ ફરી થોડું હલાવી પાણી સોસાઈ ગયું હોય તો ગેસ ની આંચ બંધ કરી દો.

  7. 7

    હવે એક થાળી માં થોડું તેલ લગાવી ગ્રીસ કરી આમાં તૈયાર કરેલા આ મિશ્રણ ને પાથરી દેવાનું છે અને તેને રૂમ ટેમ્પરેચર પર ઠરવા દેવાનું છે. અને સાવ ઠરી જાય એટલે તેમાં મનગમતી સાઇઝ નાં કાપા કરી તેના ટુકડા કરી લેવાના છે.

  8. 8

    હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં આ કોથંબિર વડી ને મીડિયમ ગેસ ની આંચ પર શેલો ફ્રાય કરી લો.

  9. 9

    હવે આપણી આ કોથમ્બિર વડી સર્વ કરવા માટે તૈયાર છે. આ વડી ને ટોમેટો સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

  10. 10
Edit recipe
See report
Share
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
on
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
Read more

Similar Recipes