લીલવા ના મસાલા ની કઢી.(Lilva Masala kadhi recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#Rok
#Cookpadgujarati
#Cookpadindia
કઢી એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી રેસિપી છે.આ એક અદ્ભુત મીઠી અને મસાલેદાર દહીં અને ચણા ના લોટ થી બનાવવામાં આવે છે. શિયાળામાં મળતા તુવેર ના લીલવા અને આંબા હળદર નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ કઢી બનાવી છે. આ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં બનતી રેસીપી છે.

Edit recipe
See report
Share
Share

Ingredients

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ કપ દહીં
  2. ૨ કપ પાણી
  3. ૨ કે.સ્પૂન ચણા નો લોટ
  4. ૨ ટે.સ્પૂન ખાંડ
  5. ૨ ટે.સ્પૂન કોથમીર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. વઘાર: ૨ ચમચી ટે.સ્પૂન ઘી
  8. ૧/૨ ટી.સ્પૂન રાઈ, જીરું, મેથી
  9. ૧ ટીસ્પૂન હિંગ
  10. ૮-૧૦ કઢી લીમડો
  11. વઘાર ના મરચાં
  12. લીલવા નો મસાલો:
  13. ૧/૪ કપ લીલવા (તુવેર ના કૂમળા દાણા)
  14. ૨ મોટા ટુકડા આંબા હળદર
  15. ૧ ટુકડો આદુ,૪ લીલાં મરચાં
  16. ૧ ટીસ્પૂન જીરું
  17. ૧૦ કઢી લીમડો
  18. ૧/૪ ટીસ્પૂન મીઠું

Cooking Instructions

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીલવા ના મસાલા ના બધા ઘટકો મિક્સરમાં ક્રશ કરી મસાલો તૈયાર કરવો. દહીં માં ચણા નો લોટ અને પાણી ઉમેરી મિક્સ કરો.

  2. 2

    એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં વઘાર ના ઘટકો નાખી લીલવા નો મસાલો નાખી સાંતળો. દહીં અને ચણા લોટ નું મિશ્રણ નાખો.

  3. 3

    જરૂરી મીઠું અને ખાંડ નાખો.મિશ્રણ ને હલાવી ને દસ મિનિટ ઉકાળો. કોથમીર નાખી સર્વ કરો.

Edit recipe
See report
Share
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
on
Cooking is My Passion.
Read more

Similar Recipes