દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

rashmika jain
rashmika jain @cook_1367969vhf
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 4 કપઘઉંનો લોટ- આશરે કે
  2. 400 ગ્રામ સોજી
  3. 100 ગ્રામઘી
  4. 100ગ્રામઅજમો
  5. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  6. 1/2 કપઅડદની દાળ
  7. 100 ગ્રામમગની દાળ
  8. 50 ગ્રામચણાની દાળ
  9. મીઠુ- સ્વાદાનુસાર
  10. 50ગ્રામઘી
  11. ચપટીહિંગ
  12. 1 ચમચીજીરુ
  13. 1/2 ચમચી હળદર
  14. 1 ચમચી ધાણાજીરુ પાવડર
  15. 1/2 ચમચી લાલ મરચુ
  16. 3ટામેટા
  17. 1-2 લીલા મરચા
  18. 2 ઈંચ લાંબો આદુનો ટુકડો
  19. 1/4 ચમચી ગરમ મસાલો
  20. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક વાડકીમાં ઘઉંનો લોટ, સોજી કે રવો મિક્સ કરીને તેમાં 3 મોટી ચમચી ઘીનું મોણ, બેકિંગ પાઉડર, મીઠુ અને અજમો નાંખો. સહેજ હૂંફાળા પાણીથી રોટલી જેવો લોટ બાંધો અને 20 મિનિટ માટે તેને ઢાંકી રાખો.

  2. 2

    જો તમે પાણીમાં બાફીને બાટી બનાવવા માંગતા હોવ તો 1 લીટર જેટલુ પાણી ગેસ પર ઉકાળવા મૂકો. પાણી ઉકળી જાય એટલે એક પછી એક બાટીના લૂઆ પાણીમાં નાંખતા જાવ. લગભગ 15 મિનિટ સુધી તેને ઉકાળો. બાટી સહેજ નીતરે એટલે તેને તવા પર ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી શેકો. બાટીને થોડો સમય પીગળેલા માખણમાં ડૂબાડી રાખો અને પછી એક બાઉલ કે પ્લેટમાં કાઢી રાખો.

  3. 3

    જો તમે ઓવનમાં બાટી બનાવવા માંગતા હોવ તો ઓવનને 350 ડીગ્રી પર પ્રિહીટ કરો.તેમાં બાટીને 30 મિનિટ સુધી બેક કરો. થોડી થોડી વારે બાટીને ફેરવતા રહેશો તો તે બધી જ બાજુથી વ્યવસ્થિત રીતે શેકાઈ જશે. બાટી શેકાઈ જાય એટલે તેને પીગળેલા માખણમાં ડૂબાડી રાખો અને પ્લેટ કે બાઉલમાં મૂકી દો.

  4. 4

    ત્રણે દાળ મિક્સ કરી વ્યવસ્થિત ધોઈને પાણીમાં પલાળી રાખો. કૂકરમાં દાળ કરતા બે ગણુ વધારે પાણી લઈ તેમાં મીઠુ નાંખીને દાળ ચડવા દો. 1 કે 2 સીટી વાગે પછી તેને 2થી 3 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.

  5. 5

     સમારેલા ટામેટાં, લીલા મરચા, આદુનો ટુકડો વગેરે એક મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. એક કડાઈમાં 2 મોટી ચમચી તેલ લઈ તેલ ગરમ થાય એટલે જીરુ નાંખી તતડવા દો. જીરુ તતડે એટલે હીંગ નાંખો અને પછી તેમાં ધાણાજીરુ પાઉડર, હળદર ઉમેરો. થોડી વાર હલાવ્યા બાદ તેમાં મિક્સરમાં પીસેલી પેસ્ટ, લાલ મરચુ વગેરે નાંખી તેલ છૂટુ પડે ત્યાં સુધી સંતળાવા દો.

  6. 6

    પેસ્ટ સંતળાઈ જાય અને મસાલો ચડી જાય એટલે તેમાં બાફેલી દાળ તૈયાર કરો. દાળ ઉકળી જાય ત્યાર પછી તેમાં ગરમ મસાલો અને સ્વાદાનુસાર મીઠુ ઉમેરો. દાળ ઉકળે એટલે તેમાં છૂટથી ઝીણી સમારેલી કોથમીર નાંખો.

  7. 7

    ગરમાગરમ દાળને પીગાળેલા માખણમાં ડૂબાડેલી બાટી સાથે સર્વ કરો. દાલ બાટી સાથે એક્સ્ટ્રા ઘી અને ઝીણી સમારેલી ડુંગળી સર્વ કરવાનું ન ભૂલતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rashmika jain
rashmika jain @cook_1367969vhf
પર

Similar Recipes