દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

#Fam
#every Saturday special Daal bati

શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઘઉંનો સામાન્ય મોટો લોટ
  2. મોણ માટે તેલ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ૧ કપમગની ફોતરાવાળી દાળ
  5. 1-5 કપ અડદની દાળ
  6. 1 નંગડુંગળી
  7. 10-15કળી લસણ
  8. 3 લીલા મરચાં
  9. નાનો ટુકડો આદુ
  10. 1ટામેટું
  11. લીમડાના પાન
  12. ૨ ટી.સ્પૂનલાલ મરચું
  13. 1-4 ટી સ્પૂનહળદર
  14. 1-2 ટીસ્પૂનધાણાજીરું
  15. 1-2 ટી સ્પૂનગરમ મસાલો
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 2 ટેબલ સ્પૂનતેલ દાળ વધારવા માટે
  18. લીલા ધાણા
  19. 1/2 ચમચી રાઈ
  20. 1/2 ચમચીજીરુ
  21. 1/4 ચમચી હીંગ
  22. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળને ધોઈને બાફવા મૂકવી બે કે ત્રણ સુધીમાં તો દાળ બફાઈ જશે હવે ડુંગળી ટામેટા મરચા ને ઝીણા ઝીણા ઝીણા ટુકડા કરવા લસણ અને આદુને પીસી લેવું

  2. 2

    હવે એક વાસણમાં બે મોટા ચમચા તેલ લઈ ગરમ કરો તેરે ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરો રાઈ અને જીરું તતડી જાય પછી તેમાં હિંગ ઉમેરો પછી તેમાં લસણ ડુંગળી મરચા ટામેટા વગેરે વારાફરથી સાંતળી લો

  3. 3

    ડુંગળી ટામેટાં વગેરે સંતળાઈ જાય પછી તેમાં સુકા મસાલા એડ કરો લાલ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો મીઠું મીઠા લીમડાના પાન વગેરે એડ કરી બરોબર મિક્સ કરી દો પછી તેમાં બાફેલી દાળ એડ કરો જોરદાર જાડી લાગે તો તેમાં થોડું ગરમ પાણી નાખી દાળ ને ૫ થી ૭ મિનીટ ઉકળવા દો છેલ્લેથી દાળ પર લીલા ધાણા એડ કરો

  4. 4

    બાટી માટે ઘઉંના લોટમાં મુઠી પડતું મોણ નાખી મીઠું નાખી ગરમ પાણીથી નરમ લોટ બાંધો એકદમ નરમ નહિ અને એકદમ કઠણ ને લોટ બાંધી પાંચથી દસ મિનિટ રહેવા દો પછી તેના નાના-નાના બોલ બનાવી બાટી ના તંદુર માં મધ્યમ તાપે ગુલાબી કલરની થાય ત્યાં સુધી શેકી લેવી બાટીને ફેરવતા રહેવું જેથી તે બળી ના જાય

  5. 5

    બરાબર શેકાઈ જાય પછી તેને બહાર કાઢી પરથી જી રેડવું અથવા ઘી માં ડુબાડી ને રાખવી બાટી ને દાળ /લસણની ચટણી/ ડુંગળી/ લીંબુ/ લીલા મરચા અને ગોળ સાથે સર્વ કરો દાલબાટી ની સાથે છાશ અને પાપડ પણ ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes