વેજ કીમા મસાલા (Veg Kima Masala Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  1. 3બારીક સમારેલી મોટી ડુંગળી
  2. 1/2 કપબોઇલ્ડ લીલાં વટાણા
  3. 1/2 કપજીણા સમારેલાં શિમલા મિર્ચ
  4. 1/2 કપજીણા સમારેલાં ગાજર
  5. 150 ગ્રામખીસેલું (ગ્રેટેડ) પનીર
  6. 2જીણા સમારેલાં ટામેટાં
  7. 2 ટે. સ્પૂન અદરક - લસણ ની પેસ્ટ
  8. 5-6ગ્રેટેડ ચીઝ
  9. 3 ટે. સ્પૂન તેલ
  10. 1/2 ટી સ્પૂનજીરું
  11. 1/2 ટી. સ્પૂન રાઈ
  12. 1 ટી. સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  13. 1/2 ટી. સ્પૂન હળદર
  14. 1/2 ટી. સ્પૂન ગરમ મસાલા
  15. 1/2 કપપાણી
  16. 1/4 કપજીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવું. પછી તેમાં રાઈ - જીરું ઉમેરી, તતડે ત્યાં સુધી થવા દેવું. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી 2-4 મિનિટ ધીમે તાપે સૉટે કરી, કૂક તહ્સ્વ દેવી. સરસ સૉટે થાય, પછી તેનાં અદરક - લસણ ની પેસ્ટ ઉમેરી, તેને પણ 2 મિનિટ સારી રીતે સૉટે કરવી.

  2. 2

    હવે તેમાં જીણા સમારેલાં ગાજર, શિમલા મિર્ચ, બોઇલ્ડ વટાણા ઉમેરી, મીઠું ઉમેરી 2-4 મિનિટ મિક્સ કરી, ધીમા તાપે થવા દેવું. હવે તેમાં જીણા સમારેલાં ટામેટાં ઉમેરી મિક્સ કરી, 4-6 મિનિટ ધીમા તાપે કૂક થવા દેવું.

  3. 3

    હવે હલ્દી, કાશ્મીરી લાલ મરચું, ગાતાં મસાલો, ઉમેરી, હલાવી સરસ મિક્સ કરવું. 1/2 કપ પાણી ઉમેરી, ઢાંકીને 5-6 મિનિટ ધીમા તાપે કુક થવા દેવું. બધા શાક સરસ નરમ થાય, એટલે તેમાં ખીસેલું પનીર એડ કરવું. પનીર બે શાક જોડે સારી રીતે મિક્સ કરવું. 5-7 મિનિટ કુક કરવું.

  4. 4

    હવે તેમાં ગ્રેટેડ ચીઝ ઉમેરવું, શાક માં સારી રીતે મિક્સ કરવું. બીજી 4-5 મિનિટ ધીમા તાપે કુક કરવું. સારી રીતે કુક થાય એટલે જીણી સમારેલી કોથમીર ઉમેરવી.

  5. 5

    હવે ગેસ બંધ કરી, સેર્વિંગ બૉઉલ માં કાઢી, ગરમાગરમ રોટલી, ફુલ્કા કે પૂરી, પરાઠાં સાથે સર્વ કરવું. ઉપરથી લીંબુ નીચોવવું. (ટોટલી ઓપ્શનલ). તો તૈયાર છે....

    "વેજ કીમા - મસાલા" 😍
    *******************

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asha Galiyal
Asha Galiyal @cook_28299630
પર
Cooking is my passion ❤️ I love Cooking 💕💕💕
વધુ વાંચો

Similar Recipes