મસાલા ટોસ્ટ (Masala Toast Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#LO
#cookpadgujarati
#cookpadindia
આજે મે કટલેટ બનાવી તો તેનો થોડો મિશ્રણ વધ્યું. તો લગભગ 8 કટલેટ જેટલુ મિશ્રણ હતું.તો મને આ ટોસ્ટ બનાવવાનો વિચાર આવ્યો. ઘરમાં ટોસ્ટ, ખજુર આમલીની ચટણી અને લસણની ચટણી તથા નાયલોન સેવ પણ ઉપ્લબ્ધ હતી તો મે આ થોડાક વધેલા મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ મસાલા ટોસ્ટ બનાવ્યા. તમે પણ ચોકક્સ બનાવજો. અમારે ત્યાં દાબેલી મસાલા ટોસ્ટ અવારનવાર બને. આ રીતે લેફટઓવર બટેટાના માવા માંથી પહેલી વખત જ ટોસ્ટ બનાવ્યા. જે ખૂબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
8 ટોસ્ટ
  1. 8 નંગટોસ્ટ
  2. 1 કપબટેટાનું મિશ્રણ
  3. 1/2 કપખજુર આમલીની ચટણી
  4. 1.5 ટી.સ્પૂનલસણની ચટણી
  5. 1/2 કપનાયલોન સેવ
  6. 1 ટી.સ્પૂનચાટ મસાલો
  7. ઝીણી સમારેલી કોથમીર જરૂર મુજબ
  8. લીંબુનો રસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1
  2. 2

    મારી પાસે આ મિશ્રણ તૈયાર છે. તેમાં
    બાફીને સ્મેશ કરેલા બટેકા, મીઠું, લસણની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા મરચાં, હળદર, ધાણાજીરું, ઓરેગાનો, ચીલી ફ્લેકસ, ખાંડ, લીંબુનો રસ તથા ટોસ્ટનો ભૂકો એડ કરેલા છે.

  3. 3

    સૌ પ્રથમ ટોસ્ટ લેવા. તેની બન્ને બાજુએ ખજુર આમલીની ચટણી લગાવવી અથવા ટોસ્ટ ને ચટણી માં ડીપ કરી કાઢી લેવા. જેથી ટોસ્ટ ઉપર મીઠી ચટણીનું કોટીંગ થઈ જાય. હવે તેના પર લસણની ચટણી લગાવવી. ત્યારબાદ 1 ટે.સ્પૂન જેટલું બટેટાનું મિશ્રણ એકસરખું પાથરવું.

  4. 4

    હવે તેના પર નાયલોન સેવ અને ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરવા. તથા ચાટ મસાલો અને લીંબુનો રસ નાખી સર્વ કરવું. તો તૈયાર છે ચટપટા મસાલા ટોસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes