બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot

#CB1
#Week_1
બનાવામાં સૌથી સરળ અને ખુબજ જલ્દી બની જાય એવી રેસીપી એટલે બટાકા પૌવા...અને સવાર ના નાસ્તા માટે તો બેસ્ટ ઓપ્સન છે..અને ક્યારેક રાત્રે પણ લાઈટ જમવા માં પણ બેસ્ટ ઓપ્શન છે..

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

#CB1
#Week_1
બનાવામાં સૌથી સરળ અને ખુબજ જલ્દી બની જાય એવી રેસીપી એટલે બટાકા પૌવા...અને સવાર ના નાસ્તા માટે તો બેસ્ટ ઓપ્સન છે..અને ક્યારેક રાત્રે પણ લાઈટ જમવા માં પણ બેસ્ટ ઓપ્શન છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો માટે
  1. 1 નંગબટાકું બાફેલું
  2. 200 ગ્રામપૌવા
  3. 1લીલું મરચું
  4. 1નાનું ટમેટું
  5. 1નાની ડુંગળી
  6. 2 ચમચીતેલ
  7. 1 ચમચીરાઈ
  8. 1/2 ચમચી જીરૂ
  9. 1/2 ચમચી હિંગ
  10. 1/2 ચમચી હળદર
  11. 1/2 લીબુ
  12. 1/2 ચમચી ખાંડ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. ઉપરથી કોથમીર
  15. તળેલા માંડવી ના દાણા
  16. સેવ ઉમેરવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક પેન માં તેલ ઉમેરી ગરમ કરવું..ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું અને હિંગ ઉમેરવા..પછી તેમાં લીલું મરચું કાપી ને ઉમેરવું...પછી ડુંગળી ઉમેરી તેને ચડવા દેવી..પછી તેમાં ટમેટું ઉમેરી અને ચડવા દેવું..ત્યાર બાદ તેમાં બટાકા ના કટકા કરી ને ઉમેરવા..

  2. 2

    પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર,લીંબુ નો રસ, ખાંડ બધું ઉમેરી મિક્સ કરવું...પછી પૌવા ને સરસ ધોઈ અને તેમાં ઉમેરવા અને બધું સરસ મિક્સ કરવુ..અને ગેસ બંધ કરી દેવો..ઉપર થી તેમાં સેવ, માંડવી ના તરેલા દાણા,સમારેલી ડુંગળી ટામેટાં અને કોથમીર ઉમેરવી. તો તૈયાર છે ખુબજ જલ્દી બની જાય તેવો નાસ્તો બટાકા પૌવા..તેને મે સવાર ના નાસ્તા માં બનાવ્યા છે.. સર્વ કર્યા છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર
Rajkot

Similar Recipes