બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.
#CB1

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.
#CB1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
3-4 વ્યક્તિ
  1. 250 ગ્રામજાડા પૌવા
  2. 2બટાકા ઝીણા સમારેલા
  3. 2લીલાં મરચાં ના કટકા
  4. 5-7મીઠા લીમડાના પાન
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1/2 ચમચી હળદર
  7. 2 ચમચીખાંડ
  8. 3 ચમચીતેલ
  9. 1/4 ચમચી જીરું
  10. 1લીંબુનો રસ
  11. 1/4 ચમચી રાઈ
  12. ચપટીહીંગ
  13. 2 ચમચા તેલ
  14. ઝીણી સમારેલી થોડી કોથમીર
  15. ગાનિઁશિગ માટે થોડી સેવ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌવા ને સાફ કરી પાણી થી ધોઈને પાણી નિતારીને 5-7 મિનિટ પલળવા દો.ત્યાં સુધી એક કઢાઈમાં તેલ ગરમ મૂકો.

  2. 2

    એમાં રાઈ-જીરું નાંખી એને તતડવા દો.પછી એમાં હીંગ, મરચાં ના કટકા તથા લીમડાના પાન ઉમેરો. પછી એમાં ઝીણા સમારેલા બટાકા ઉમેરીએમાં સ્વાદમુજબ મીઠું ઉમેરી એને 4-5 મિનિટ સુધી સાંતળો.

  3. 3

    હવે પૌવામાં જરૂર મુજબ નું મીઠું,ખાંડ,હળદર અને લીંબુનો રસ ઉમેરો.હવે બટાકા ચડી ગયા હોય તો એમાં પૌવા ઉમેરો.

  4. 4

    પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો.હવે એને બરાબર હલાવી ગૅસ બંધ કરી નીચે ઉતારી લો. પછી એના ઉપર સેવ ભભરાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes