મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

પારંપરિક ગુજરાતી મિઠાઈ જે લગભગ દિવાળી માં બધાને ત્યાં બનતી જ હોય છે.મેં આ રેસીપી સુપર સહેલીયા ના શ્રીમતી નીપાબેન મીસ્ત્રી ની રેસીપી જોઈ ને અને એમના ગાઈડન્સ થી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે.
#DFT (સપરના દહાડે ઠાકોરજી નો થાળ)

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

પારંપરિક ગુજરાતી મિઠાઈ જે લગભગ દિવાળી માં બધાને ત્યાં બનતી જ હોય છે.મેં આ રેસીપી સુપર સહેલીયા ના શ્રીમતી નીપાબેન મીસ્ત્રી ની રેસીપી જોઈ ને અને એમના ગાઈડન્સ થી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે.
#DFT (સપરના દહાડે ઠાકોરજી નો થાળ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
3-4 સર્વ
  1. 1 કપબેસન
  2. 2ટે.સ્પૂન રવો
  3. 1 કપગાયનુું ઘી
  4. ચાસણી માટે :
  5. 1 કપ સાકર
  6. 1/2 કપપાણી
  7. 1/2 ટી સ્પૂનકેસર
  8. 1 ટી સ્પૂનઇલાયચી નો પાઉડર
  9. ધાબો દેવા માટે :
  10. 2 ટે સ્પૂન ગાયનું ઘી
  11. 2ટે.સ્પૂન દૂધ
  12. સજાવટ માટે : 1/2 ટી સ્પૂન કેસર
  13. 1 ટી સ્પૂનઇલાયચી નો પાઉડર
  14. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    ધાબો દેવા માટે : એક થાળી માં બેસન અને રવો લઈ, એમાં ઘી અને દૂધ નાંખી, લોટ ને મોઈ દેવો.પછી એને દબાવી દેવો અને ઢાંકી ને 30 મીનીટ રાખવો.

  2. 2

    લોટ ને હાથે થી છુટો પાડી, ચાળી લેવો. એનાથી લોટ એકસરખો થશે અને કાંગરી ટુટી જશે.

  3. 3

    કઢાઈ માં ઘી લઈ મોયેલો લોટ અંદર નાંખી એકદમ ધીમા તાપે 25-30 મીનીટ શેકવું. લોટ ફુલશે અને હલકો થશે. ગેસ બંધ કરી શેકેલો લોટ સાઈડ ઉપર રાખવો.

  4. 4

    ચાસણી : એક સોસપેન માં સાકર અને પાણી લઈ, સાકર ઓગળે એટલે અંદર 1 ટે સ્પૂન દૂધ નાંખી, ચાસણી માં થી ઉપર તરતો કચરો ગરણી થી કાઢી લેવો.આમ કરવાથી ચાસણી ચોખ્ખી થશે. ચાસણી માં કેસર ના તાંતણા નાંખવા.1 તાર ની ચાસણી બનાવવી. અંદર એલચીનો પાઉડર નાંખવો.મીકસ કરવું.

  5. 5

    ગરમ ચાસણી માં ઠંડો કરેલો શેકેલો લોટ નાંખી ને મિક્સ કરવું.5 મીનીટ બરાબર હલાવવું એટલે લોટ બધી ચાસણી પી જશે. ગ્રીસ કરેલી થાળી માં મોહનથાળ ને ઠારી દેવો.ઉપર બદામ ની કતરણ, એલચીનો પાઉડર અને કેસર થી ગારનીશ કરવું. મોહનથાળ ને 4 કલાક ઠંડો કરી, સપરના દહાડે
    મોહનથાળ નો થાળ ઠાકોરજી ને ધરાવી ને પછી
    કટકા કરી ઉપયોગ માં લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes