ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#DFT : ખજૂર બોલ્સ / સ્નો બોલ્સ
આ મીઠાઈ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે .આને તમે ગમે ત્યારે ખાઈ શકો છો.નાના મોટા બધા ને ભાવતી વાનગી છે.

ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)

#DFT : ખજૂર બોલ્સ / સ્નો બોલ્સ
આ મીઠાઈ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે .આને તમે ગમે ત્યારે ખાઈ શકો છો.નાના મોટા બધા ને ભાવતી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫/૩૦ મીનીટ
૧૦ વ્યક્તિ માટે
  1. 1વાટકો ખજૂર
  2. ૨ ચમચીકાજુ
  3. ૨ ચમચીબદામ
  4. ૨ ચમચીપીસ્તા
  5. ૨ ચમચીઅખરોટ
  6. ૪ ચમચીકોપરાનું છીણ
  7. ૧ ચમચીતલ
  8. 1 ચમચીખસખસ
  9. ૧ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  10. ૪/૫ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૨૫/૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ખજૂરમાં થી સિડ્સ કાઢી ને ટુકડા કરી લેવા
    અંને ડ્રાય ફ્રુટ ના પણ નાના ટુકડા કરી લેવા.

  2. 2

    એક પેનમાં ૩/૪ ચમચી ઘી ગરમ કરવા મૂકવું તેમાં ખજૂર ના ટુકડા નાખી દેવા અને ધીમા તાપે સેકી લો ખજૂર એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    બીજી એક પેન માં એક ચમચી ઘી મૂકી ને બધા ડ્રાય ફ્રુટ,ખસખસ, કોપરાનું નુ છીણ બધા ને ૪/૫ મીનીટ માટે શેકી લો. ડ્રાય ફ્રુટ ને શેકી ને નાખવાથી એકદમ ક્રનચી લાગે છે.

  4. 4

    ખજૂર ના મિશ્રણ માં ઘી માં સેકેલા ડ્રાય ફ્રુટ નાખી ને સરખું મિક્સ કરી લેવું.

  5. 5

    ૩/૪ મીનીટ માટે સતત હલાવતા રહેવું. જેથી મિશ્રણ પેનમાં ચોંટે નહીં

  6. 6

    તૈયાર કરેલા મિશ્રણ ને એક થાળી માં કાઢી ને થોડું ઠંડું થવા દેવું.

  7. 7

    ત્યારબાદ ઘી વાળો હાથ કરી ને મિશ્રણ ને હાથેથી સરખું મસળી લેવું અને તેમાં થી થોડું થોડું મિશ્રણ લઈ ને મીડીયમ સાઈઝ ના બોલ્સ વાળી લેવા.

  8. 8

    એક પ્લેટમાં ૨ ચમચી કોપરાનું છીણ કાઢી લેવું તૈયાર કરેલા બોલ્સ ને કોપરાના છીણ મા રગદોળી ને પ્લેટમાં રાખી દેવા. ૧ કલાક માટે સેટ થવા રાખી દેવા.

  9. 9

    તો તૈયાર છે ખજૂર ના બોલ્સ આને સ્નો બોલ્સ પણ કહીં શકાય છે.
    આ મીઠાઈ મા ખાંડ નો ઉપયોગ નથી થતો એટલે હેલ્ધી મિઠાઈ છે.અને આમાં ભરપૂર માત્રામાં ડ્રાય ફ્રુટ હોય છે નાના બાળકો ડ્રાય ફ્રુટ જલ્દી થી નથી ખાતા હોતા.આ સ્નો બોલ્સ એ લોકો ખુશી થી ખાશે. દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે.અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes