મસાલા કાજુ નમકપારા (Masala Kaju Namakpara Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#DFT
#Diwalispecial21
#namkin
#Diwali
#cookpadgujarati

નમકપારા એ એક લોકપ્રિય ભારતીય ચા સમયનો નાસ્તો છે અને તે તહેવાર દરમિયાન પણ બનાવવામાં આવે છે. તે મેંદો અથવા ઘઉંનાં લોટ માંથી અને અન્ય મસાલાઓ સાથે સ્વાદયુક્ત લોટના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે. તે વિવિધ આકારોમાં બનાવવામાં આવે છે પરંતુ મોટે ભાગે તેમને નાના ગોળ કૂકી કટરની મદદથી કાજુ નો આકાર આપ્યો છે. તમે તેમને આ આકાર આપવા માટે બોટલ કેપનો પણ ઉપયોગ કરી શકો છો. આ ક્રિસ્પી અને ખસ્તા છે અને આ તહેવારમાં ગરમાગરમ ચાના કપ સાથે પરફેક્ટ નાસ્તો છે. એની સાથે સ્પેશિયલ મસાલો બનાવીને ઉમેરીને આ નમકપારાને મસાલા કાજુ નમકપારા બનાવવામાં આવે છે. આ મસાલા કાજુ નમકપારા ને એકવાર બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યકિત
  1. 1 કપમેંદો
  2. 1/4 કપરવો
  3. 1 tspઅજમો હાથ થી ક્રશ કરેલ
  4. નમક સ્વાદ અનુસાર
  5. 1/4 tspબેકિંગ પાઉડર
  6. 1/4 કપતેલ
  7. 1/3 કપપાણી
  8. તેલ તળવા માટે જરૂરી મુજબ
  9. 👉 સ્પેશિયલ મસાલા ના ઘટકો :--
  10. 1/2 tspસંચળ પાવડર
  11. 1/4 tspનમક
  12. 1/2 tspકાળા મરી પાવડર
  13. 1/2 tspકાશ્મીરી લાલ મરચું પાવડર
  14. 1/2 tspઆમચૂર પાઉડર
  15. 1/2 tspચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો ઉમેરી તેમાં રવો, હાથ થી મસળી ને અજમો, નમક, બેકિંગ પાઉડર અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેલ નું મોણ નાખવાથી તેમાં બાઈન્ડિંગ આવવા લાગશે.

  2. 2
  3. 3

    હવે આ લોટ મા થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લો. હવે આ લોટ નાં કણક ને ઢાંકી ને 15 મિનિટ માટે સાઈડ પર મૂકી દો.

  4. 4

    હવે આ કાજુ નમકપારા માટે નો સ્પેશિયલ મસાલો બનાવીશું. એની માટે એક નાની વાટકી માં સંચળ પાવડર, નમક, કાળા મરી પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, આમચૂર પાઉડર અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે નમકપારા ના કણક ને રેસ્ટ આપતા 15 મિનિટ થઈ ગઈ છે. તો આ કણક ને થોડું મસળી ને એના મોટા બે ભાગ કરી એમાંથી જાડી મોટી રોટલી વણી લો. હવે આ રોટલી ને બોટલ ના ઢાંકણ કે કૂકી કટર થી હાફ કટ કરી કાજુ નો સેપ કટ કરી લો.

  6. 6

    આ રીતે વધેલા બધા લોટ નાં કણક માંથી કાજુ નમકપારા બનાવી લો. ને તળવા માટે તેલને મીડિયમ ગેસ ની આંચ પર ગરમ કરી લો.

  7. 7

    હવે આ કાજુ નમકપારા ને એક એક કરી ને ગરમ તેલ માં ઉમેરતા જઈ ગેસની ધીમી આંચ પર ગોલ્ડન ફ્રાય કરી લો.

  8. 8

    હવે આ કાજુ નમકપારા ગરમ છે તો એની પર બનાવેલ સ્પેશિયલ મસાલો સ્પ્રિંકલ કરી કોટ કરી લો.

  9. 9

    હવે આપણા એકદમ ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ એવા મસાલા કાજુ નમકપારા તૈયાર છે સર્વ કરવા માટે. આ કાજુ નમકપારા એકદમ ઠંડા થઈ જાય પછી તેને એરટાઈટ કન્ટેનર માં ભરી 1 થી 1.5 મહિના માટે સ્ટોર કરી સકાય છે.

  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes