શેર કરો

ઘટકો

60 મિનિટ
15 થઈ 20 સર્વિં
  1. ➡️બેઝ માટે :-
  2. 300 ગ્રામમેંદો (દરેક વસ્તુ ચાળીને લેવી)
  3. 300 ગ્રામદળેલી ખાંડ
  4. 200 ગ્રામઘી
  5. 100 ગ્રામમાર્ગીન
  6. 70 ગ્રામરવો
  7. 30 ગ્રામચણાનો લોટ
  8. 1 ટેબલ સ્પૂનવેનિલા એસેન્સ
  9. ➡️ પ્લેન એલાઈચી નાનખટાઈ માટે
  10. 1 ટે સ્પૂનએલાઈચી પાઉડર
  11. ➡️ કેસર બદામ નાનખટાઈ માટે
  12. 10-12કેસરના તાતણા દૂધમાં પલાળી ને લેવા
  13. 1 ટે સ્પૂનકેસર સીરપ
  14. 1 ટેબલ સ્પૂનબદામ ની કતરણ
  15. 1/4 ટે સ્પૂનએલાઈચી પાઉડર
  16. 2ટીપા યલો ફૂડ કલર
  17. કેસર અને બદામ ગાનિૅશીંગ માટે
  18. ➡️ પિસ્તા નાનખટાઈ માટે
  19. 15-20 નંગઅધકચરા વાટેલા પિસ્તા
  20. 1/4 ટે સ્પૂનએલાઈચી પાઉડર
  21. 2ટીપા ગ્રીન ફૂડ કલર
  22. પિસ્તા ની કતરણ ગાનિૅશીંગ માટે
  23. ➡️રોઝ નાનખટાઈ
  24. 1/2 ટે સ્પૂનરોઝ એસેન્સ
  25. 2ટીપા રેડ ફૂડ કલર
  26. 1 ટે સ્પૂનગુલાબ ની પાંદડી કટ કરેલ
  27. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    નાનખટાઈ નો બેઝ બનાવવા માટે પહેલા એક બાઉલ માં ઘી, માગીૅન અને દળેલી ખાંડ ને ઈલેક્ટ્રીક બીટર વડે 5 -7 મિનિટ માટે એકદમ ફલ્ફી ક્રિમી ટેકસ્ચર આવે ત્યા સુધી બીટ કરો. હવે તેમાં મેંદો, બેસન, રવો ઉમેરી બધુ બરાબર મીકક્ષ કરી લો. હવે તેમાં વેનિલા એસેન્સ ઉમેરી મિક્સ કરી લો. તો આપણો બેઝ તૈયાર છે હવે તેનાં ચાર ભાગ કરો.

  2. 2

    પ્લેન એલાઈચી નાનખટાઈ બનાવવા માટે એક ભાગમાં એલાઈચી પાઉડર નાખી મિક્સ કરી ને તેના નાના બોલ્સ બનાવી લો.

  3. 3

    કેસર બદામ નાનખટાઈ માટે બીજા ભાગમાં પલાળેલુ કેસર, કેસર સીરપ, એલાઈચી પાઉડર, યલો ફૂડ કલર અને બદામ ની કતરણ નાખી મિક્સ કરી તેના પણ બોલ્સ બનાવી લો.

  4. 4

    પિસ્તા નાનખટાઈ માટે ત્રીજા ભાગમાં વાટેલા પિસ્તા, લીલો ફૂડ કલર અને એલાઈચી પાઉડર નાખીને મિક્સ કરી બોલ્સ બનાવી લો.

  5. 5

    રોઝ નાનખટાઈ માટે ચોથા ભાગમાં રોઝ એસેન્સ, ગુલાબ ની પાંદડી, લાલ ફૂડ કલર નાખી મિક્સ કરી તેના પણ બોલ્સ બનાવી લો. મિક્સ નાનખટાઈ બનાવવા માટે ઉપરના દરેક ફ્લેવર નો થોડો લોટ લઈ તેના નાના નાના બોલ્સ બનાવી ને રાખો. હવે દરેક રંગ નો 1-1 બોલ્સ લઈ તેને ભેગા કરી પેંડા જેવો શેપ આપો.

  6. 6

    હવે બધા બોલ્સ ઉપર ટેસ્ટ પ્રમાણે ઉપર પિસ્તા, કેસર તથા બદામ ની કતરણ થી ગાૅનીશ કરો. પ્રી-હિટ કરેલ ઓવનમાં 170 ડિગ્રી સેલ્સિયસ પર 15-20 મિનિટ સુધી નાનખટાઈ ને બેક કરો. તો તૈયાર છે આપણી અલગ અલગ ફ્લેવર ની નાનખટાઈ.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes