કાજુ કેસર પિસ્તા રોલ(kaju kesar pista roll recipe in gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

અમારા ઘરમાં પણ કાજુની દરેક સ્વીટ બધાને ખૂબ પંસદ છે અને અત્યાર સુધી બહારથી જ લાવીને ખાધી છે આ વખતે રક્ષાબંધન પર પહેલીવાર એમની રેસીપી જોઈને બનાવી ખૂબ જ સરસ બની અને ફટાફટ બની ગઈ.

બીજી એક વાત જરૂર શેર કરીશ આ રેસીપી મે રાત્રે સુતી વખતે જોઈ અને વિચાર્યું કે રેસીપીમાં જણાવેલ દરેક સામગ્રી પણ ઘરમાં રેડી જ છે તો લાવ ને ટ્રાય કરું તો આ રેસીપી મે મીડ નાઈટ 11:30 બનાવાની સ્ટાટ કરી અને 12:15 તો રેડી થઈ ગઈ. બીજા દિવસે સવારે જયારે રક્ષાબંધન કરવા માટે પૂજાની થાળી સજાવી ને તેમા આ સ્વીટ મુકેલી જોઈ મારા હસ્બનડ અને બન્ને દિકરીઓ ખૂબ ખુશ થઈ ગયા કે કાલે તો આ સ્વીટ ઘરમાં હતી નહીં ને ક્યાંથી આવી.😊😊 બધાને સરપ્રાઇઝ મલી.

કાજુ કેસર પિસ્તા રોલ(kaju kesar pista roll recipe in gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

અમારા ઘરમાં પણ કાજુની દરેક સ્વીટ બધાને ખૂબ પંસદ છે અને અત્યાર સુધી બહારથી જ લાવીને ખાધી છે આ વખતે રક્ષાબંધન પર પહેલીવાર એમની રેસીપી જોઈને બનાવી ખૂબ જ સરસ બની અને ફટાફટ બની ગઈ.

બીજી એક વાત જરૂર શેર કરીશ આ રેસીપી મે રાત્રે સુતી વખતે જોઈ અને વિચાર્યું કે રેસીપીમાં જણાવેલ દરેક સામગ્રી પણ ઘરમાં રેડી જ છે તો લાવ ને ટ્રાય કરું તો આ રેસીપી મે મીડ નાઈટ 11:30 બનાવાની સ્ટાટ કરી અને 12:15 તો રેડી થઈ ગઈ. બીજા દિવસે સવારે જયારે રક્ષાબંધન કરવા માટે પૂજાની થાળી સજાવી ને તેમા આ સ્વીટ મુકેલી જોઈ મારા હસ્બનડ અને બન્ને દિકરીઓ ખૂબ ખુશ થઈ ગયા કે કાલે તો આ સ્વીટ ઘરમાં હતી નહીં ને ક્યાંથી આવી.😊😊 બધાને સરપ્રાઇઝ મલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ✴️કેસર કાજુ રોલ માટે
  2. 1 કપકાજુ નો પાઉડર
  3. 3 ચમચીમીલ્ક પાઉડર
  4. 1 ચમચીઘી
  5. 3-4 ચમચીકન્ડેશમિલ્ક
  6. 4-5કેસરના તાતણા દૂધ મા પલાડી ને રાખવા
  7. 4-5ટીપા યલો ફૂડ કલર (ઓપશન્લ)
  8. ✴️ પીસ્તા રોલ માટે
  9. 14-15 નંગમોરા પીસ્તા
  10. 1 ચમચીમીલ્ક પાઉડર
  11. 1 ચમચીઘી
  12. 4-5ટીપા લીલો કલર (ઓપશન્લ)
  13. 2 ચમચીકન્ડેશમિલ્ક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા તો કાજુ ને મીકસર જાળ માં સરસ ઝીણો પીસી લો. પીસતી વખતે વચ્ચે વચ્ચે મીકસર બંધ કરીને પીસવુ એક સાથે મીકસર માં ફેરવી લેવાથી તેમાંથી ઓઈલ છુટુ પડી કાજુનો પાઉડર ચીકણો થઈ જશે. જેથી ધીરે ધીરે પીસી ને કોરો પાઉડર રેડી કરવો.

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં 1/2 ચમચી ઘી લઈ તેમાં કાજુનો પાઉડર એડ કરો. ગેસને ધીમી આંચ પર રાખો. હવે તેમાં મીલ્ક પાઉડર એડ કરો અને સાથે દૂધમા પલાડેલું કેસર પણ એડ કરો.

  3. 3

    હવે કન્ડેશમિલ્ક એડ કરી હલાવો પેસ્ટ એકદમ સ્મુથ અને થોડી dry થવા લાગે એટલે ગેસ ઓફ કરી તેમાં ફૂડ કલર એડ કરી સાઈડ પર રાખી લો.

  4. 4

    મીકસર જાળ માં પિસ્તાની સાથે મીલ્ક પાઉડર નાખીને ફેરવી લો બહુ જીણો પાઉડર નથી કરવાનો. થોડો કકરો રાખવો.

  5. 5

    હવે તેને પણ પેનમાં થોડુ ઘી લઈ તેમાં પિસ્તા પાઉડર તથા કન્ડેશમિલ્ક ઉમેરી એક સ્મુથ પેસ્ટ ડવ ફોમ માં આવે એટલે ગેસ ઓફ કરી લો અને તેમાં ગ્રીન કલર ઉમેરી લો. તો પિસ્તા ડવ પણ રેડી છે.

  6. 6

    હવે બંનેને એસેમ્બલ કરી લો. બન્ને ડવ ને થોડો ઘી વાળો હાથ કરી લુઆ બનાવી લો.

  7. 7

    હવે એક બટર પેપર કે કોઈ પણ જાડુ પ્લાસ્ટિક લઈ તેનાં પર કાજુનો લુઓ લઈ તેને વેલણની મદદથી લંબચોરસ લાંબુ વણી લો. બહુ પતલુ નથી કરવાનું ફોટામાં બતાવેલ છે એ પ્રમાણે રાખવુ. તેને સાઈડ પર રાખો.

  8. 8

    બીજા બટર પેપર પર પિસ્તા નો ડવ લઈ તેનો લાંબો ગોળ રોલ રેડી કરો જેટલો કાજુની લાંબો રોટલો કર્યો છે તેના જેટલો જ રોલ રેડી કરવો. એનાથી મોટો નહી અને બહુ નાનો પણ નહીં.

  9. 9

    હવે કાજુના રોટલા ઉપર પિસ્તા નો રોલ ધીરે રહીને મુકો. ફોટામાં છે એવી રીતે. રોલ મુકતા તુટી જાય તો પછી સરખો કરી લેવો. હવે કાજુના રોટલા ને ધીરે ધીરે ફોલ્ડર કરો. એટલે પિસ્તા રોલ અંદરની સાઈડમાં જશે. આ પ્રોસેસ ખૂબ જ ધીરે રહીને કરવી જરા પણ ઉતાવળ કરવા જશો તો રોલ વચ્ચેથી તુટી જશે.

  10. 10

    હવે હાથ પર ઘી લગાવી હાથેથી રોલ ને ફેરવી લો એકદમ સ્મુથ તૈયાર થાય તો ચાંદી વરખ હોય તો અત્યારે જ લગાવી લો ના હોય તો પણ ચાલશે. હવે રોલ ને 1 કલાક માટે ફ્રીઝમાં રાખો. એનાથી રોલ બરાબર સેટ થઈ જશે અને કટ કરવામાં ઈઝી રહેશે.

  11. 11

    હવે તેના એક સરખા ભાગ કરી સવૅ કરો તો રેડી છે આપણા કાજુ કેસર પિસ્તા સીવ્સ રોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes