ભરેલાં રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB8
#week8
#છપ્પન ભોગ ચેલેન્જ

શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યકિત
  1. 250 ગ્રામરીંગણ
  2. 1 નંગટામેટું
  3. 3 ટેબલ સ્પૂનશીંગ દાણા નો ભૂકો
  4. 2 ટેબલ સ્પૂનલસણની ચટણી
  5. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  6. 2 ટેબલ સ્પૂનધાણાજીરા નો પાઉડર
  7. 1/2 ટી સ્પૂનહળદર
  8. 1 ટી સ્પૂનખાંડ
  9. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  10. 2 ટેબલ સ્પૂનસમારેલું લીલું લસણ
  11. 2 ટેબલ સ્પૂનચણા નો લોટ
  12. 1 ટેબલ સ્પૂનતેલ મસાલા માટે
  13. 2 ચમચા તેલ
  14. 1 ટી સ્પૂનરાઈ
  15. 1 ટી સ્પૂનજીરુ
  16. 1/4 ટી સ્પૂનહીંગ
  17. 1 ગ્લાસપાણી
  18. મીઠું સ્વાદ મુજબ
  19. ગાર્નીશિંગ માટે સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભરેલા રીંગણ માટે ઉપર ના ઘટકો ની તૈયારી કરી લેવી.

  2. 2

    હવે બધા ડ્રાય મસાલામાં લીલુ લસણ કોથમીર અને તેલ ઉમેરીને બરોબર મિક્સ કરી લેવું. ટામેટાને ઝીણા સમારી લેવું અને રીંગણ ના ડિટીયા કાપીને 2 કટ કરી લેવા.

  3. 3

    તૈયાર કરેલા મસાલાની રીંગણમાં ભરી લેવા. હવે કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું,હિંગ નો વઘાર કરી તેમાં હળદર અને લાલ મરચું ઉમેરવું.

  4. 4

    હવે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં રીંગણ, ટામેટા ઉમેરી ઉપર વધેલો મસાલો ભભરાવી ને કૂકરમાં બે સીટી વગાડવી.

  5. 5

    કૂકર ઠંડું પડે એટલે ખોલી તેમાં કોથમીર ઉમેરીને બરોબર મિક્સ કરી લેવું.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes