ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad

ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
  1. ૧/૨ કપવાલોળ
  2. ૧/૨ કપતુવેર
  3. ૧/૨ કપવટાણા
  4. ૧/૨ કપફલાવર
  5. ૧/૨ કપકેપ્સિકમ
  6. ૧/૨ કપગાજર
  7. ૧/૨ કપબટાકા
  8. ૧ કપમેથી
  9. રીંગણ
  10. ટામેટા
  11. ૧/૪ કપકોબી
  12. ૧/૪ કપઘઉં નો જાડો લોટ
  13. ૧/૪ કપચણા નો લોટ
  14. ૨ ચમચીવળિયારી પાઉડર
  15. ૨ ચમચીશીંગ દાણા નો પાઉડર
  16. લાલમરચું
  17. હળદર
  18. ધાણાજીરું
  19. તજ નો ટુકડો
  20. લવિંગ
  21. ૧ ચમચીગરમ મસાલા
  22. તેલ તળવા માટે + મોણ + શાક માટે જરૂર મુજબ
  23. તમાલપત્ર
  24. મીઠું જરૂર મુજબ
  25. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  26. ચપટીહિંગ
  27. ધાણા ભાજી
  28. ૧/૨ ચમચીગોળ
  29. ૧/૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    મુઠીયા બનાવ માટે
    ચાના નો લોટ, ઘઉં નો લોટ,મેથી,કોબી ૧ ચમચી વળિયારી,ગરમ મસાલો, મીઠું, હળદર, ધાણાજીરું, લાલમરચું, ૨ ચમચા તેલ, ખાંડ, બેકિંગ સોડા અને લીંબૂ નો રસ ઉમેરી મિક્સ કરી લો. પછી એમાં ૨ ચમચી પાણી ઉમેરી ને મુઠીયા ગોળ વાળી અને તળી લો.(લીંબૂ નો રસ બેકિંગ સોડા પર જ ઉમેરી પછી મિક્સ કરવું)

  2. 2

    હવે બધા જ શાક સમારી લો. બધા જ શાક તળી લો. બધા જ શાક અલગ તળી લો. વટાણા અને તુવેર તળવા નહિ. હવે કુકર માં ૨ ચમચા તેલ મુકો એમાં તમાલપત્ર,લવિંગ, તજ અને હિંગ ઉમેરી એમાં ટામેટા, વટાણા અને તુવેર ઉમેરો.

  3. 3

    પછી એમાં બધા શાક ઉમેરી દો પછી એમાં મીઠું, હળદર, ધાણાજીરું, વળિયારી પાઉડર, ગોળ,લાલમરચું અને ગરમ મસાલો ઉમેરી અને ૫ મિનિટ સોતાડી લો. પછી એમાં શાક ડૂબી જાય એટલું પાણી ઉમેરી અને ૧ વિસલ વગાડી ગેસ બંધ કરી દો.

  4. 4

    ૫ મિનિટ પછી કુકર ખોલી એમાં જે મુઠીયા બનવ્યા એ ઉમેરી અને કુકર બંધ કરી દો. મુઠીયા ઉમેરયા પછી ગેસ ચાલુ કરવાનો નથી. (શાક તળ્યા વિના પણ બનાવી શકો, મે એટલા માટે તળી ઉમેર્યું બધું શાક બવ મેસ ન થાય માટે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

Similar Recipes