ઊંધિયું (Undhiyu recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins.
3 servings
  1. મેથી નાં મુઠીયા માટે:
  2. 1/2 વાડકીમેથી ભાજી
  3. 1 વાડકીબેસન
  4. 1 tspઘઉં નો કરકરો લોટ
  5. હળદર
  6. 1 tspઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  7. લાલ મરચું
  8. ચપટીખાંડ
  9. ચપટીસોડા
  10. 1 tspતલ
  11. તેલ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. પાણી જરૂર મુજબ
  14. ઊંધિયું માટે:
  15. 2બટાકા
  16. 2રીંગણ
  17. 100gm સુરતી પાપડી
  18. 1/2 વાડકીતુવેર
  19. 1પાકું કેળું
  20. 1ગાજર
  21. 1/4 વાડકીવટાણા
  22. 1/2 વાડકીલીલું લસણ
  23. 1/2 tspઆદુ લસણ ની પેસ્ટ
  24. 1/2 વાડકીપાલક ની પ્યુરી
  25. 1 tspઊંધિયું મસાલો
  26. 1/2 tspલાલ મરચું
  27. મીઠું સ્વાદાનુસાર
  28. તેલ
  29. રાઈ
  30. જીરું
  31. પાણી જરૂર મુજબ
  32. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 mins.
  1. 1

    સૌ પ્રથમ મુઠીયા માટે ની સામગ્રી એકઠી કરી મિક્સ કરી એમાં થી મુઠીયા વાળી ગરમ તેલ માં તળી લો અને અલગ રાખો.

  2. 2

    હવે ઊંધિયું માટે એક કૂકર માં તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખો પછી એમાં પાલક ની પ્યુરી અને આદુ લસણ ની પેસ્ટ સાંતળો. એમાં સૂકા મસાલા ઉમેરી સાંતળી એમાં બધા શાકભાજી ઉમેરી એમાં મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી રેડો. કૂકર માં 2 સિટી લગાવી લો.

  3. 3

    કૂકર ઠંડું પડે એટલે એમાં બનાવેલ મુઠીયા, લીલું લસણ અને પાકા કેળા નાં ટુકડા ઉમેરી મિક્સ કરો અને કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes