રજવાડી ગળ્યો ખીચડો જૈન (Royal Sweet Khichdo Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#MS
#Uttarayan
#Sweet_khichado
#wheat
#dryfruits
#prasad
#CookpadIndia
#COOKPADGUJRATI
ઘઉં એ દુનિયાના મોટાભાગના દેશમાં ઉપયોગમાં લેવાતું ધાન્ય છે. તેનો સમાવેશ એક મુખ્ય ધાન્ય તરીકે કરી શકાય છે. મોહેં-જો-દડો અવશેષોમાં પણ કાર્બનિક ઘઉં મળેલ છે જેથી એમ કહી શકાય કે 5000 વર્ષ પહેલાં પણ ઘઉં નું અસ્તિત્વ હતું.
મકરસંક્રાંતિ/ઉતરાયણના દિવસે ઘણા મંદિરો માં પારંપરિક રીતે ઘઉં નો ખીચડો બનાવી પ્રસાદરૂપે પીરસવામાં આવે છે. આ માટે છડેલા ઘઉં નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તમે મનપસંદ બીજાં સૂકા મેવા ઉમેરી શકો છો. આમ તો તેમાં ગળપણ માં ખાંડ ઉમેરવામાં આવે છે, પરંતુ જો ગોળ પણ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. દેશી ઘી સાથે બનાવવા તે ખીચડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 150 ગ્રામછડેલા ઘઉં
  2. 50 ગ્રામતુવેર અને ચણાની દાળ
  3. 1 કપસૂકો મેવો (ટોપરુ, કાજુ, દ્રાક્ષ, બદામ, ખારેક)
  4. ૨ ચમચીઘી
  5. 2લવિંગ
  6. 1 ટુકડોતજ
  7. 2 નંગમરી
  8. 125 ગ્રામગોળ
  9. ચપટીઈલાયચી પાઉડર
  10. ચપટીજાયફળનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ છડેલા ઘઉં બે થી ત્રણ વખત તો એટલે સાત થી આઠ કલાક માટે પાણીમાં પલાળી રાખો.
    બન્ને દાળને ધોઈને 15 મિનિટ પહેલા પલાળવી. પછી છડેલા ઘઉં ને બાફી લેવા. બંને દાળ તથા ડ્રાયફ્રુટ આખા રહે તે રીતે તેને પણ બાફી લો.

  2. 2

    એક ચમચી ઘીને વઘાર મૂકી તેમાં તજ, લવિંગ અને મરી ઉમેરો પછી તેવા બધા સુકામેવા ઉમેરો અને એક જ મિનિટ માટે તને શેકી લો.

  3. 3

    હવે તેમાં બાફેલા ઘઉં તથા ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    ગોળ ઓગળી જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર ઉપરથી બીજી ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરો.

  5. 5

    મકરસંક્રાંતિ એ પરંપરાગત રીતે પ્રસાદમાં પીરસાતો એવો સુકામેવા સાથેનો રજવાડી ખીચડો ગળ્યો તૈયાર છે પ્રસાદ માટે તથા સર્વ કરવા માટે. તેને સર્વિંગ ડીશમાં લઈ ને ઉપરથી ટોપરા નું છીણ ભભરાવીને ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes