લીલવાની કચોરી (Lilava Kachori recipe in Gujarati Recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#MS
#makarsankrati
#Uttarayan
#kachori
#Deepfried
#CookpadIndia
#COOKPADGUJRATI

દરેક પ્રદેશની ખોરાક દ્વારા ઓળખ હોય છે. જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારની કચોરી બનાવવામાં આવતી હોય છે. ગુજરાતમાં લીલવાની કચોરી ખુબ જ પ્રખ્યાત છે અને ખાસ કરીને તે મકરસંક્રાંતિના તહેવાર માં ઊંધિયું ને જલેબી સાથે સર્વ કરવામાં આવે છે. તેના વગર ઉત્તરાયણની ઉજવણી અધૂરી ગણાય છે. આ સમય દરમિયાન લીલી તુવેર નો પાક ખૂબ જ સારા પ્રમાણમાં થયેલો હોય છે આથી શિયાળામાં મળતી તાજી તુવેર ના દાણા માંથી તૈયાર કરવામાં આવતી કચોરી દુનિયાભરના દેશમાં પ્રસિદ્ધિ પામી છે. આ કચોરી ભરપૂર તલ, ટોપરુ, કોથમીર ની સાથે સાથે તીખાશ, ખટાશ, મીઠાશ જેવા ચડિયાતા મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે. તેને લીલી તીખી ચટણી અને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ માટે
  1. કચોરી ના સ્ટફિંગ માટે:
  2. 300 ગ્રામતુવેરના દાણા/ લીલવા
  3. 2 ચમચીલીલા મરચાની પેસ્ટ
  4. 1/2 ચમચીસુકુ આદુ અથવા તો સૂંઠ
  5. 1ચમચો તલ
  6. 1/4 કપકાજુનો અધકચરો ભૂકો
  7. 2 ચમચીકિસમિસ
  8. અડધો કપ ટોપરાનું ખમણ
  9. ૩/4 ચમચી ખાંડ
  10. 2લીંબુનો રસ
  11. 2 કપસમારેલી કોથમીર
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. એકથી દોઢ ચમચો તેલ
  14. પા ચમચી હિંગ
  15. કચોરીનું બહારનું પડ તૈયાર કરવા માટે:
  16. 150 ગ્રામમેંદો
  17. 150 ગ્રામઘઉંનો લોટ
  18. 4 ચમચીતેલ
  19. પા ચમચી મીઠું
  20. 2 ચમચીઘી
  21. તળવા માટે તેલ
  22. સાથે સર્વ કરવા માટે: કોથમીર - મરચા - ફૂદીનાની લીલી તીખી ચટણી અને ખજૂર - આમલીની ખાટીમીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કચોરી નું સ્ટફિંગ બનાવવા માટે:
    સૌ પ્રથમ તુવેરના દાણાને મિક્સર જારમાં સહેજ દાણાદાર રહે એ રીતે ક્રશ કરી લો.

  2. 2

    હવે એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં તેલ ગરમ થાય એટલે હિંગ ઉમેરો. પછી તેમાં લીલા મરચા ની પેસ્ટ અથવા તો સૂકું આદું/સુંઠ ઉમેરી ને વાટેલા તુવેરના દાણા ઉમેરીને તેને બરાબર મિક્સ કરીને વારંવાર હલાવીને ૧૦ થી ૧૨ મિનીટ માટે શેકી લો.

  3. 3

    પુરણ ચડી જવા આવે એટલે તેમાં પુરાણ ચડી જવા આવે એટલે તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરીને અને બરાબર મિક્સ કરીને બીજી ચારથી પાંચ મિનિટ માટે શેકી લો. ગેસ બંધ કરીને તેમાં ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી પછી આ મિશ્રણને ઠંડું પડવા દો.

  4. 4

    કચોરી નું બહારનું પડ બનાવવા માટે:
    બંને લોટને ચાળીને તેમાં તેલ, ઘી અને મીઠું ઉમેરી મધ્યમ કઠણ કણક તૈયાર કરીને, દસ મિનિટ માટે રહેવા દો. કચોરી ના લોટમાં ઘીનું મોણ ઉમેરવા થી તેનું બહારનું પડ સરસ ક્રિસ્પી થાય છે. દસ મિનિટ પછી કણકને ઘી થી મસળી લો. અને તેમાંથી એકસરખા લુઆ પાડી દો.

  5. 5

    કચોરી બનાવવા માટે:
    તૈયાર પુરણ માંથી એકસરખા ગોળા વાળી લો. અને તૈયાર ક લુવા માંથી એક સરખી મધ્યમ જાડી પૂરી વણી લો. આ પૂરીમાં તૈયાર સ્ટફિંગ નો ગોળો મૂકી ને તેને કચોરીનો શેપ આપી દો. કચોરી ચપટી વળતાં ઉપર વધેલા લોટ નો ભાગ કાઢી લેવો અને બાકીના ભાગને તેમાં વ્યવસ્થિત રીતે દબાવીને શેપ આપી દે.

  6. 6

    મધ્યમ ધીમા તાપે બહારનું પણ સરસ ક્રિસ્પી થાય અને લાઈટ ગોલ્ડન કલરની કચોરી થાય તે રીતે તળી લેવી.

  7. 7

    તો તૈયાર છે ગરમા ગરમ મસાલેદાર ની કચોરી સર્વ કરવા માટે.

  8. 8

    તૈયાર કચોરી ને સર્વિંગ ડીશમાં લઈ ને કોથમીર ફુદીના ની તીખી ચટણી અને ખજૂર આમલીની ખાટીમીઠી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes