દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2ચમચા તેલ
  2. 1 કપમગની દાળ
  3. 1મોટો બાઉલ સમારેલી પાલક
  4. 1/2 ચમચીરાઇ
  5. 1/2 ચમચીજીરું
  6. 1/4 ચમચીહીંગ
  7. 5-6લસણની કળી
  8. 1 નંગટમેટું
  9. મીઠું સ્વાદાનુંસાર
  10. 1 ચમચીધાણાજીરું
  11. 1/2 ચમચીહળદર
  12. 1 ચમચીમરચું પાઉડર
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મગની દાળને પાણી વડે સાફ કરી લો. પાલકને સમારીને પાણી વડે સાફ કરી લો. હવે પાલક અને દાળ ને કુકરમાં નાખી 3 સીટી કરી લો.

  2. 2

    ટામેટાં અને લસણ ને જીણું સમારી લો. એક લોયામાં તેલ નાખી ગરમ કરો. પછી રાઇ, જીરું, હીંગ, લસણ અને ટમેટું નાખી સાંતળી લો.

  3. 3

    હવે પાલક, મગની દાળ, બધા મસાલા અને મીઠું નાખી મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી નાખી 5 મિનિટ ધીમી આંચે રહેવા દો.

  4. 4

    તો તૈયાર છે દાલ પાલક. ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes