પાલક સૂપ (Spinach soup recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#WK3
Winter Kitchen Challenge
પાલક માંથી ભરપૂર માત્રામાં આર્યન મળે છે. શિયાળા ની સિઝન માં અઢળક પ્રકાર ના લીલા શાકભાજી મળે છે અને શિયાળામાં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે.આ સુપ માં મે ફુદીનો એડ કરીને અલગ ફ્લેવર વાળો પાલકનો સુપ બનાવ્યો છે.

પાલક સૂપ (Spinach soup recipe in gujarati)

#WK3
Winter Kitchen Challenge
પાલક માંથી ભરપૂર માત્રામાં આર્યન મળે છે. શિયાળા ની સિઝન માં અઢળક પ્રકાર ના લીલા શાકભાજી મળે છે અને શિયાળામાં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે.આ સુપ માં મે ફુદીનો એડ કરીને અલગ ફ્લેવર વાળો પાલકનો સુપ બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  1. 200 ગ્રામપાલક
  2. 4લસણ ની કળી
  3. 10ફૂદીના ના પાન
  4. 2લીલા મરચાં
  5. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  6. 1તજ
  7. 2લવિંગ
  8. 1તમાલપત્ર
  9. 1 કપદૂધ
  10. 2 ચમચીબટર
  11. 1 ચમચીઘઉં / મેંદા નો લોટ
  12. 1 ચમચીમરી પાવડર
  13. 2 ચમચીક્રીમ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ગાર્નિશ માટે
  16. 1 ચમચીચીલી ફ્લેક્સ
  17. 1 ચમચીક્રીમ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ને ધોઈ ને ઉકળતા પાણી માં નાખી બેથી ત્રણ મિનિટ માટે બ્લાન્ચ કરી ઠંડા પાણી માં નાખી ઠંડી કરી લો.

  2. 2

    હવે મિક્સરમાં ફુદીનો, લસણ, લીલાં મરચાં, આદુ અને બાફેલી પાલકને એડ કરીને બધુ સારી રીતે ક્રશ કરી લો.

  3. 3

    પેન માં બટર એડ કરી ગરમ કરો. તેમાં ઘઉંનો લોટ નાખી શેકી લેવું. ગેસની ફલેમ સ્લો રાખવી. શેકાઈ જાય એટલે દૂધ એડ કરી બરાબર મિક્સ કરી લો. ગાંઠા ન રહે એવી રીતે સતત હલાવતા રહેવું.

  4. 4

    પછી તેમાં તમાલપત્ર, લવિંગ, તજ, મરી પાઉડર અને મીઠું એડ કરી બરાબર હલાવો.ઘટ્ટ થાય એટલે તેમાં પાલકની પ્યુરી એડ કરી કુક થવા દો.

  5. 5

    હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી પાંચ મિનિટ માટે ધીમા તાપે ઊકળવા દો પછી તેમાં બે ચમચી ક્રીમ નાખી મિક્સ કરી લો અને ગેસ ઓફ કરી દો.

  6. 6

    રેડી છે હેલ્ધી અને ટેસ્ટી પાલક નો સૂપ. તેને ચીલી ફ્લેક્સ અને ક્રીમ થી ગાર્નિશ કરો. શિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes