સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

પૌષ્ટિક પાલક અને એ પણ મન ગમતા ફ્રેશ પનીર સાથે.એટલે ઘર માં બધા ને મઝાજ પડી જાય અને સાથે બટર નાન...

સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati)

પૌષ્ટિક પાલક અને એ પણ મન ગમતા ફ્રેશ પનીર સાથે.એટલે ઘર માં બધા ને મઝાજ પડી જાય અને સાથે બટર નાન...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ ૧/૨ કલાક
૬ લોકો માટે
  1. પાલક ની ઝૂડી
  2. સૂકુમાવિકી (Mombasa ma મળતી ભાજી)- તંદરજા ની ભાજી
  3. મોટી ડુંગળી(optional)
  4. ૨ ઇંચઆદુ નું છીણ
  5. ૪/૫ લીલા મરચા
  6. કેપ્સિકમ(કાશ્મીરી મરચું) જો ટેસ્ટ ભાવતો હોય તો
  7. ૫૦૦ ગ્રામ પનીર ના કટકા
  8. સ્વાદ અનુસારમીઠું
  9. કળી લસણ(optional)
  10. ૧ નાની વાટકીસેકેલ કાજુ ની પેસ્ટ
  11. ૨ ચમચીફ્રેશ ક્રીમ
  12. પનીર ને મેરીનેટ કરવા
  13. ૧ વાટકીદહીં
  14. ૧/૨ ચમચીમરી પાઉડર
  15. સ્વાદ અનુસારમીઠું
  16. વઘાર માટે
  17. ચમચા તેલ/ ઘી/ બટર
  18. ૨ ચમચીજીરૂ
  19. ૪/૫ લવિંગ
  20. તમાલ પત્તા
  21. તજ
  22. ૧/૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧ ૧/૨ કલાક
  1. 1

    પનીર ના જોયતિ સાઈઝ ના કટકા કરવા. મેરિનેટ કરવા.દહીં મા મીઠું અને મરી પાઉડર નાખી મિશ્રણ ને પનીર ઉપર નાખી બરાબર હલાવી.૧૦ મિનિટ રાખવું.

  2. 2

    હવે પાલક અને બીજી ભાજીને મોટી સુધારી ગરમ ઉકળતા પાણી માં બાફી લેવી.પાણી માં થોડું મીઠું નાખવું.

  3. 3

    બફાઈ ગયેલી પાલક ની ભાજીને ગરમ પાણી માંથી કાઢી તરત ઠંડા બરફના પાણીમાં રાખવી જેથી એનો ગ્રીન કલર ના જાય.ભાજી સાવ ઠંડી થઇ જાય પછી ગ્રાઇન્ડર માં પીસી ને મિશ્રણ તૈયાર કરો.

  4. 4

    હવે એક મિક્સી માં ડુંગળી,કેપ્સિકમ,આદુ,મરચા અને લસણ ને ગ્રાઇન્ડ કરી પેસ્ટ તૈયાર કરવી

  5. 5

    હવે જ્યારે જમવા બેસવાના હોય ત્યારે.એક કડાઈ મા વઘાર માટે બટર કે તેલ/ ઘી ગરમ કરો તેમાં વઘાર માટે ની સામગ્રી નાખી હલાવો.વઘાર તૈયાર થઈ જાય એટલે બનાવેલી ડુંગળી વાળી પેસ્ટ નાખો.

  6. 6

    પેસ્ટ ને ત્યાં સુધી સાતડો કે એમાંથી બટર કે તેલ છૂટું પડે.ત્યારબાદ એમાં ભાજી નું ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ ઉમેરી હલાવો.સ્વાદ અનુસાર મીઠું નાખવું.

  7. 7

    ભાજી બરાબર ઉકળે(ખદખદે) એટલે એમાં મરીનેટ કરેલું પનીર નાખવું.ધીમા તાપે પનીર ને ભાજી સાથે ચઢવા દેવું.૫ મિનિટ માં ચડી જાય એટલે એમાં કાજુ ની પેસ્ટ નાખી હલાવી લેવું.

  8. 8

    એક બાઉલ કાઢી ઉપર ફ્રેશ ક્રીમ નાખી ગરમાં ગરમ નાન સાથે સર્વ કરવું.

  9. 9

    નાન ની રેસીપી મરી વાનગી રેસિપી માં મળી જસે.ગ્રીન કલર સચવાઈ રહે એટલે ટામેટા કે લીંબુ ના નાખવાનું.ઉપર થી જમતી વખતે લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sushma vyas
Sushma vyas @sushfood
પર
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes