વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

ફૂડ ફેસ્ટિવલ - 1
#FFC1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. 1/2 ચમચી અજમો
  3. 1/2 ચમચી મરીનો પાઉડર
  4. ચપટીહિંગ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. ૧ ચમચીગાંઠીયાનો સોડા
  7. 5-6 ચમચીતેલ
  8. પીરસવા માટે
  9. તળેલા મરચા
  10. પપેયાનો સંભારો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ત્રણ વાટકા ચણાનો લોટ લેવાનો હવે તેમાં પાંચ થી છ ચમચી તેલ નાખીશું અને 1/2 ચમચી અજમો 1/2 ચમચી મરીનો પાઉડર ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને ૧ ચમચી ગાંઠીયાનો સોડા ઉમેરી આ બધા મસાલો લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવો.

    હવે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું કરી પાણી નાખતા જઈએ અને મીડીયમ એવો ગાઠીયા નો લોટ બાંધી લેવાનો છે લોટને બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો બાંધવાનો છે તો હવે હાથ પર થોડું તેલ લગાવી લોટને સરસ રીતે ભેગો કરી લેશું અને મસાળી લઈશું.

  2. 2

    ગાંઠીયા વણવા માટેનો લોટ છે તો હવે ગાંઠિયા વણવાના છે. હવે થોડો લોટ હાથમાં લઇ તેને બંને હાથે સરસ રીતે મસાળી લાંબો બનાવી લો તમારી પાસે લાકડાનો પાટલો હોય તો તેના ઉપર પણ ગાંઠિયા સરસ વણાય છે.પાટલો ના હોય તો રોટલી વણવાની પાટલી પર વણી શકો છો. તો લોટને પાટલો અથવા પાટલી પર મૂકી હથેળીની ટચલી આંગળીની સાઇડથી ગોળ ગોળ ફેરવતા જઈ ગાંઠિયા વણવાના છે

  3. 3

    હવે ગાંઠિયા વણતાં જઈ ડીશ માં મુકતા જઈશું. અને સાથે તેલ ગરમ કરવા મૂકી દેવું. એટલે હવે ગાંઠિયાને પાડતાં જઇ સાથે તળતા જવાના થોડા વણાય એટલે તળી લેવાના હવે તેલ ગરમ થઇ જાય તો તેલમાં ગાંઠિયા ને તળવા માટે મુકવા.
    ફેરવતા જઇ સરસ ગાંઠિયા તળાઈ જાય એટલે એક ડિશમાં કાઢી લેવાના, ગાંઠિયા એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ જાય એટલે કાઢી લેવા.

  4. 4

    સાથે તેલમાં થોડા લીલા મરચા તળી લેવા. જેથી, આ ગાંઠીયા સાથે તળેલા મરચાં અને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
    આ જ રીતે આપણે બાકીના ગાંઠિયા બનાવી લઈશું હવે ગાંઠિયા ઉપર સંચળ અને મરી પાઉડર મિક્સ કરી ભભરાવી લેવા. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી પોચા એકદમ ફરસાણ વાળા ની દુકાન જેવા જ ગાંઠિયા તો હવે તેને સર્વિંગ પ્લેટમાં મરચા અને સંભારા સાથે સર્વ કરીએ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes