ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk

ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
  1. 2 કપએટલે 300 ગ્રામ ઘઉંનો લોટ
  2. 1/3 કપરવો
  3. 4 ચમચીતેલ
  4. 1 કપથી થોડું વધારે ઘી
  5. 1/2 કપ કાજુ બદામ
  6. 1/2 કપ ગરમ પાણી
  7. 15ઇલાયચી
  8. 1/2 જાયફળ
  9. 1 કપગોળ
  10. ખસખસ થોડી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    આપણા ગણપતિદાદાને પ્રસાદમાં ધરાય તેવા ચુરમાના લાડુ આજે આપણે બનાવીશું સૌપ્રથમ 300 ગ્રામ એટલે કે બે કપ ઘઉંનો લોટ લીધો છે મે કેમકે મારી પાસે ભાખરીનો લોટ નથી એટલા માટે આ રવો લીધો છે તો 1/3 આપણે રવો લઈશું અને ચાર મોટી ચમચી તેલ અને ગરમ પાણી થી લોટ બાંધી શું

  2. 2

    હવે આપણે તેનો લોટ બાંધી લીધો છે અને તેના આપણે મુઠીયા બનાવીશું નાના નાના લોટ છે તે આપણે કડક બાંધવાનો છે જે આપણે ભાખરીનો લોટ બાંધી છે તેવો

  3. 3

    હવે આપણે એક કઢાઈમાં બે ટેબલસ્પૂન ઘી લઈ તેમાં મુઠીયા તળી લઈશું અને બંને સાઇડતેને તળી લઈશું

  4. 4

    મુઠીયા થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું અને સાથે સાથે જાયફળ અને એલજી પણ આપણે ક્રશ કરી લઈશું અને હવે કડાઈમાં ઘી વધ્યું હતું તેમાં મેં થોડા કાજુ બદામ 1/2 કપ જેટલા કાજુ બદામ લીધા છે તે ઘી માં થોડા સાંતળી લીધા છે

  5. 5

    હવે એક કપ જેટલો ગોળ લીધેલો છે તેને આપણે એક કડાઈમાં બે ચમચી ઘી લઇ અને ગોળ એડ કરવાનો છે અને તેમાં ગોળને ગરમ થઇ પીગળી જાય ત્યાં સુધી જ મેલટ કરવાનો છે તેની પાઈ બનાવવાની નથી

  6. 6

    હવે જે આપણે મુઠીયા મિક્સરમાં મિક્સ કરેલા હતા તેને તેમાં આપણે ગોળ અને ગરમ ઘી અને ડ્રાયફ્રૂટ એડ કરીને લાડુ વાળી શું અને ઉપર ખસ ખસ લગાવીશું તો આપણા ચુરમાના લાડુ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
પર

Similar Recipes