મટર મીની સમોસા (Matar Mini Samosa Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 2 કપલીલા વટાણા
  2. 2બટાકા
  3. 1ડુંગળી
  4. 2 ટેબલસ્પૂનતેલ
  5. 1 ટીસ્પૂનજીરુ
  6. 1 ટીસ્પૂનહળદર
  7. 2 ટીસ્પૂનમરચું
  8. 1 ટીસ્પૂનગરમ મસાલો
  9. 1 ટીસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તળવા માટે તેલ
  12. 1 કપઘઉંનો લોટ
  13. 1 કપમેંદો
  14. 4 ટેબલસ્પૂનતેલ
  15. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ કૂકરમાં તેલ મૂકી તેમાં જીરું નો વઘાર કરો. તેમાં ડુંગળી સાંતળો. ડુંગળી ગુલાબી થાય એટલે તેમાં વટાણા અને ઝીણા સમારેલા બટાકા ઉમેરો. હવે તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. થોડું પાણી ઉમેરી 2 સિટી થાય ત્યાં સુધી થવા દો.

  2. 2

    હવે ઘઉં ના લોટ અને મેંદામાં મીઠું અને મુઠી પડતું મોણ નાખી સહેજ કઠણ લોટ બાંધી લો. 10 મિનિટ માટે રેસ્ટ આપો.

  3. 3

    હવે તે લોટમાંથી પૂરી વણી વચ્ચેથી કાપો પાડીને બે ભાગ કરો. તેનો કોન બનાવી તેમાં પૂરણ ભરી ઉપરથી સિલ કરી દો.....આ રીતે બધા સમોસા તૈયાર કરી લો. મિડિયમ તાપે તળી લો.

  4. 4

    તો તૈયાર છે મટર મીની સમોસા.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes