મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. ૨ કપમેંદો
  2. 1-1/2 કપ લીલા વટાણા
  3. ૨ નંગબટાકા
  4. લોટ બાંધવા માટે
  5. ૧/૪ ટીસ્પૂનઅજમો
  6. ૧ ટીસ્પૂનમીઠું
  7. ૧/૪ કપતેલ(મોણ માટે)
  8. સમોસા નો મસાલો બનાવવા માટે
  9. ૩ ટીસ્પૂનતેલ
  10. ૧ ટીસ્પૂનજીરુ
  11. ૧ ટીસ્પૂનઆખાં ધાણા
  12. ૧/૨ ટીસ્પૂનવરિયાળી
  13. ૧/૪ ટીસ્પૂનહિંગ
  14. ૧ ટીસ્પૂનઆદુની પેસ્ટ
  15. ૧ ટીસ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  16. ૧/૨ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  17. ૩/૪ ટીસ્પૂન મીઠું
  18. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  19. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  20. ૧/૨ ટીસ્પૂનખાંડ
  21. ૧/૩ ટીસ્પૂનહળદર
  22. ૧/૪ કપસમારેલા લીલા ધાણા
  23. તળવા માટે તેલ
  24. સર્વ કરવા માટે
  25. ખજૂર આમલીની ચટણી
  26. લીલાં ધાણા ની ચટણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં સમોસા નું પડ બનાવવા માટે મેદાં મા મીઠું, અજમો મુઠ્ઠી પડતું મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધવો લોટ ને વીસેક મિનિટ સુધી રહેવા દો

  2. 2

    વટાણા અને બટાકા ને બાફી માવો તૈયાર કરો, વઘાર માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું, હીંગ, હળદર,, આખાં ધાણા, વરીયાળી, આદુ મરચા ની પેસ્ટ, નાખી બરાબર સાંતળી લો, ત્યાર બાદ વટાણા, બટાકા ઉમેરો, તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ખાંડ, મીઠું ઉમેરો અને મસાલો બરાબર મિક્ષ કરી લો, ઉપર થી કોથમીર ભભરાવી ઠંડુ થવા દો

  3. 3

    મિશ્રણ ઠંડુ પડે એટલે, સમોસા બનાવવા માટે લોટ માં થી મીડીયમ સાઈઝ ના લૂઆ બનાવીને પૂરી વણો, પૂરી ની વચ્ચે કાપો પાડી બે કાપા ભેગા કરી પાણી ને કિનારી પર લગાવી સમોસા નો આકાર આપી તે માં પુરણ ભરો, બધી બાજુ એ થી બરાબર ફીટ કરી લો

  4. 4

    સમોસા તળવા માટે તેલ ગરમ કરો, મીડીયમ આંચ પર ગુલાબી રંગ ના તળી લો,

  5. 5

    ગરમાગરમ મટર સમોસા, ખજૂર આમલીની ગળી ચટણી, કોથમીર ની ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes