ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#FFC5
#indoripoha
#ઈન્દોરીપૌંવા
#cookpadgujarati
#cookpadindia

મધ્યપ્રદેશમાં આવેલું ઈન્દોર શહેર તેના સ્ટ્રીટ ફૂડ અને નાસ્તા માટે જાણીતું છે. જે ખાવાના શોખીનોનું મનપસંદ સ્થળ છે.
ઈન્દોરની સિગ્નેચર ડીશમાંની એક ઈન્દોરી પૌંવાનું પણ મહત્વનું સ્થાન છે.

ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati)

#FFC5
#indoripoha
#ઈન્દોરીપૌંવા
#cookpadgujarati
#cookpadindia

મધ્યપ્રદેશમાં આવેલું ઈન્દોર શહેર તેના સ્ટ્રીટ ફૂડ અને નાસ્તા માટે જાણીતું છે. જે ખાવાના શોખીનોનું મનપસંદ સ્થળ છે.
ઈન્દોરની સિગ્નેચર ડીશમાંની એક ઈન્દોરી પૌંવાનું પણ મહત્વનું સ્થાન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૪ વ્યક્તિ
  1. ♈️ જીરાવન મસાલા માટે -
  2. ૬ નંગસૂકા લાલ મરચા
  3. ૩ નંગતમાલપત્ર
  4. ૨ નંગકાળી એલચી
  5. આખા જાવિંત્રી
  6. ૨ નંગએલચી
  7. ૩ નંગતજ
  8. ૫ નંગલવિંગ
  9. થી ૧૦ નંગ કાળા મરી
  10. ૨ ચમચીધાણા
  11. ૨ ચમચીજીરું
  12. ૨ ચમચીવરિયાળી
  13. ૧ ચમચીહિંગ
  14. ૧ નંગજાયફળ
  15. ૧ ચમચીમીઠું
  16. ૧ ચમચીસંચળ
  17. ૨ ચમચીઆમચૂર પાવડર
  18. ૨ ચમચીસુંઠ પાવડર
  19. ♈️ પૌંવા તૈયાર કરવા માટે -
  20. ૨ કપપૌંવા
  21. ૧/૪ ચમચીહળદર
  22. ૧/૨ ચમચીમીઠું
  23. ૧ ચમચીખાંડ
  24. ♈️ પૌંવા વઘારવા માટે -
  25. ૩ ચમચીતેલ
  26. ૨ ચમચીમગફળી
  27. ૧/૨ ચમચીહિંગ
  28. ૧/૨ ચમચીરાઈ
  29. ૧/૨ ચમચીજીરું
  30. ૨ ચમચીવરિયાળી
  31. લીલા મરચા
  32. ડુંગળી
  33. ૧/૨ ચમચીહળદર
  34. ૧/૨ કપપાણી
  35. ૧ ચમચીખાંડ
  36. લીંબુનો રસ
  37. ૧/૨ કપકોથમીર
  38. ૧ ચમચીજીરાવન મસાલો
  39. ♈️ પૌંવા ગાર્નિશ કરવા માટે -
  40. ૧/૨ કપરતલામી સેવ
  41. ૧/૨ કપદાડમ
  42. ૧/૨ કપડુંગળી
  43. ૧/૨ કપકોથમીર
  44. લીંબુનો ટુકડો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    એક પેનમાં સુંઠ પાવડર, મીઠું, સંચળ અને આમચૂર પાવડર સિવાય તમામ સૂકા ખડા મસાલા મિક્સ કરીને ૨ મિનિટ સુધી ધીમા તાપે શેકી લો. મસાલાને પ્લેટમાં કાઢી અને ઠંડા થવા દો. હવે તેને ઝીણા પાવડરમાં પીસીને એક બાઉલમાં કાઢી લો. આ મિશ્રણમાં મીઠું, સંચળ, સુંઠ અને આમચૂર પાવડર મિક્સ કરી લો.

  2. 2

    હવે, પૌંવામાં પાણી ઉમેરો અને હળવા હાથે મિક્સ કરી, ગાળીને પાણી નિતારી લો. પછી તેમાં થોડી હળદર, થોડું મીઠું અને ખાંડ ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ, એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મગફળી નાખો અને રંગ બદલવાનું શરૂ ન થાય ત્યાં સુધી સાંતળો. પછી રાઈ, જીરુ, ડુંગળી, વરિયાળી અને લીલા મરચા ઉમેરો. ડુંગળીને વધુ આંચ પર એક મિનિટ માટે સાંતળી લો.

  4. 4

    પછી, તેમાં હળદર ઉમેરીને તરત જ ૧/૨ કપ પાણી ઉમેરો. પાણીને ઉકળે એટલે તેમાં થોડી ખાંડ અને પૌંવા ઉમેરી હળવા હાથે મિક્સ કરો. પછી, પૌંવાને ઢાંકીને ૨ મિનિટ માટે ચડવા દો.

  5. 5

    હવે, તેમાં લીંબુનો રસ, કોથમીર અને જીરાવન મસાલો ઉમેરીને મિક્સ કરી લો.

  6. 6

    તો, ઈન્દોરી પૌંવા પીરસવા માટે તૈયાર છે. તેને રતલામી સેવ, દાડમ, ડુંગળી, કોથમીર અને લીંબુથી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes