અમૃતસરી છોલે

Sonal Modha
Sonal Modha @sonalmodha

#RB2 અમૃતસરી છોલે
પંજાબી ડીશ બધાને બહુ જ ભાવતી હોય છે. પણ આજે મેં અમૃત સર સ્ટાઈલ મા છોલે બનાવ્યા.

અમૃતસરી છોલે

#RB2 અમૃતસરી છોલે
પંજાબી ડીશ બધાને બહુ જ ભાવતી હોય છે. પણ આજે મેં અમૃત સર સ્ટાઈલ મા છોલે બનાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૧ બાઉલ બાફેલા છોલે ના ચણા
  2. ૧ વાટકીક્રશ કરેલા ટામેટાં
  3. ૨ ચમચીઆદુ મરચા અને લસણની પેસ્ટ
  4. જીણી સમારેલી ડુંગળી
  5. ૨ ચમચીઘી
  6. ૨ ચમચીતેલ
  7. ૧ ટી સ્પૂનજીરું
  8. ૧/૪ ટી સ્પૂનહિંગ
  9. સૂકા લાલ મરચાં
  10. તમાલપત્ર
  11. ૪/૫ મરી ના દાણા
  12. ૨ ચમચીછોલે મસાલો
  13. ૧ ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  14. ૧ ચમચીમીઠું
  15. ૧/૨ ટી સ્પૂનહળદર
  16. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  17. ૧ ચમચીધાણાજીરૂ
  18. ૨ ચમચીલીંબુનો રસ
  19. જરૂર મુજબ પાણી
  20. ગાર્નિશ કરવા માટે કોથમીર
  21. ઓનિયન રીંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક પેનમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં જીરૂં હીંગ સૂકા લાલ મરચાં તમાલપત્ર નાખી ડુંગળી ને સાંતળી લેવી. ત્યારબાદ તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી સાંતળો.
    નોંધ : ચણા બાફતી વખતે તેમાં એક કપડામાં તજ,મરી, તમાલપત્ર,૨ /૩ ઇલાયચી અને એક ટી સ્પૂન ચાઈ પત્તી ની પોટલી બનાવી ને નાખી દેવી.

  2. 2

    પછી તેમાં ક્રશ કરેલા ટામેટાં ઉમેરી દેવા ત્યારબાદ તેમાં હળદર લાલ મરચું પાઉડર મીઠું ધાણાજીરું નાખી અને મિક્સ કરી લેવું. ૩/૪ મીનીટ સુધી સાંતળવું. પછી તેમાં છોલે મસાલો અને કિચન કિંગ મસાલો નાખી ને મિક્સ કરી લેવું.૧/૨ મીનીટ સુધી સાંતળી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા છોલે ના ચણા ઉમેરી દેવા અને મિક્સ કરી લેવું. જરૂર મુજબ પાણી ઉમેરવું અને ૫/૭ મીનીટ સુધી ઉકળવા દેવું.ચણા માં બધા મસાલા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી થવા દો. છેલ્લે તેમાં લીંબુનો રસ નાખવો અને થોડી કોથમીર નાખી ને મિક્સ કરી લેવું.

  4. 4

    Serving બાઉલમાં કાઢી ઉપર કોથમીર અને ઓનીયન રીંગ થી ગાર્નિશ કરીને સર્વ કરો.
    તો તૈયાર છે ગરમા ગરમ
    અમૃતસરી છોલે
    #RB2 અમૃતસરી છોલે
    મેં અમૃતસરી છોલે,પૂરી અને જીરા રાઈસ સાથે સર્વ કર્યા છે.
    પૂરી ની રેસિપી ની લીંક મૂકી છે.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes