ચટપટા ચણા મસાલા

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપલાડેલા દેશી ચણા
  2. 6કળી સૂકું લસણ
  3. 1નાનો ટુકડો આદુ
  4. 4 નંગ લીલા મરચાં
  5. 1 નંગમોટું લીલું મરચું ઝીણું સમારેલું
  6. 1 ટેબલસ્પૂનતેલ
  7. 1 ટીસ્પૂનલાલ મરચું
  8. 1/2 ટીસ્પૂનહળદર
  9. 1 ટેબલસ્પૂનધાણા જીરું પાઉડર
  10. 1/2 ટીસ્પૂનગરમ મસાલો
  11. 1 ટીસ્પૂનચાટ મસાલો
  12. 1 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  13. 1/4 ટીસ્પૂનહીંગ
  14. 1 ટીસ્પૂનકસૂરી મેથી
  15. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ને મીઠું અને હળદર નાખી બાફી લો. હવે એક વાટકી માં મરચું,ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો મિક્સ કરી એમાં 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી મિશ્રણ બનાવી લ્યો. હવે આદુ,મરચાં,અને લસણ ને ખલ માં અધકચરા વાટી લો.

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૃ અને હીંગ થી વઘાર કરી એમાં આદુ, મરચાં અને લસણ ની વાટેલી પેસ્ટ 1 મિનિટ ધીમા તાપે સાતડો પછી એમાં મસાલા નું બનાવેલું મિશ્રણ ઉમેરી એને પણ સાતડો ફક્ત 1 મિનિટ સાતડવું.પછી એમાં બાફીને રાખેલા ચણા ઉમેરી બરાબર મિક્સ કરી એમાં ચાટ મસાલો, આમચૂર અને કસ્તુરીમેથી ઉમેરી બરાબર 3 મિનિટ જેવું હલાવતા રહી થવા દો ઉપરથી લીલા મરચાં ભભરાવી શાક સર્વ કરો. આ શાક રોટલી વગર એકલા ખાવા માં પણ સારું લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes