બોર નું અથાણું (Bor Athanu Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

કહેવાય છે કે -"અથાણાં વગર ગુજરાતી થાળી અધૂરી" ગુજરાતીઓ ને જુદા- જુદા પ્રકારના અથાણાં ખાવાનો તથા બનાવવાનો શોખ હોય છે. મારા ઘરમાં અલગ અલગ પ્રકારના અથાણાં બનાવાય છે.સિઝન પ્રમાણેના અલગ-અલગ અથાણાં બનતા હોય છે.એમાંય બોરનું અથાણું બોરની સિઝનમાં ખાસ બને છે. એ તાજું-તાજું અથાણું જ (ઈન્સટન્ટ અથાણું ) ખાવાની મજા આવે છે. ફ્રીજમાં એ લગભગ 7-8 દિવસ સુધી સારું રહી શકે છે.
#APR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10 નંગ થોડી મોટી સાઈઝના બોર (થોડા કાચા લેવા)
  2. 4-5 ચમચીજેટલો મેથીનો મસાલો
  3. 2 ચમચીકાચું તેલ
  4. 1/2 ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બોરને ધોઈને કોરાં કરીને એના કટકા કરી ઠળિયા કાઢી નાંખો.

  2. 2

    હવે આ બોરના કટકામાં મેથીનો મસાલો તથા લીંબુનો રસ ઉમેરો.

  3. 3

    હવે એને બરાબર હલાવી મિક્સ કરીએક બરણીમાં ભરીને ફ્રીજમાં રાખો. જરૂર પ્રમાણે થાળીમાં પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes