આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#SD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1પેકેટ વ્હીટ બ્રેડ
  2. 2 નંગ ડુંગળી
  3. 4 નંગબટાકા
  4. 1 કપવટાણા
  5. 2 ચમચીઆદુ, મરચા, લસણની પેસ્ટ
  6. 1 ચમચીમરચુંં પાઉડર
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1/2 ચમચીહળદર
  9. 1/4 ચમચીહીંગ
  10. 3-4 ચમચીતેલ
  11. 1 ચમચીખાંડ
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1લીંબુ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા અને વટાણા ને કુકરમાં મૂકી બાફી લો. બટાકા ઠંડા થાય એટલે ક્રશર વડે ક્રશ કરી લો.

  2. 2

    હવે એક લોયું લઇ તેલ મૂકી ડુંગળી સાંતળી લો. પછી આદું મરચાની પેસ્ટ નાખી, બધા મસાલા અને મીઠું નાખી 5 મિનિટ થવા દો.

  3. 3

    ત્યાર પછી બટાકા, લીંબુ, ખાંડ, ગરમ મસાલો અને કોથમીર નાખી મિક્સ કરી લો અને થોડી વાર ઠંડું થવા દો.

  4. 4

    હવે બ્રેડમાં મસાલો ભરી બીજી બ્રેડ તેના પર મૂકી દો અને બન્ને તરફ ઘી/બટર લગાવી ટોસ્ટર માં ટોસ્ટ કરી લો.

  5. 5

    તૈયાર છે આલુ મટર સેન્ડવીચ. ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes