મહારાટ્રીયન કાંદા પોહા (Maharashtrian Kanda Poha Recipe in Guja

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#MAR
#મહારાષ્ટ્રીયન_રેસીપી
#cookpadgujarati

કાંદા પોહા, જેને મહારાષ્ટ્રમાં "કાંદે પોહે" તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક નાસ્તાની વાનગી છે જે ભારતના પશ્ચિમી રાજ્યોમાંથી ઉદભવેલી છે, પરંતુ હવે તે સમગ્ર દેશમાં એકદમ લોકપ્રિય છે. કાંદા પોહા એ મોઢામાં પાણી લાવે છે અને પેટ ભરે છે તે નાસ્તો છે જે મહારાષ્ટ્રીયન ભોજનમાંથી મેળવવામાં આવે છે જે જાડા પૌંઆ માંથી બનાવવામાં આવે છે. તે માત્ર મહારાષ્ટ્રમાં જ પ્રખ્યાત નથી પરંતુ હવે આખા ભારતમાં પ્રખ્યાત છે અને તે "મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ્સ" પણ છે.
મહારાષ્ટ્રીયન શૈલીના કાંદા પોહા ખરેખર ઝડપી અને બનાવવા માટે સરળ છે. તેને બનાવવામાં વપરાતી સામગ્રી દરેક ભારતીય ઘરગથ્થુ કિચનમાં સરળતાથી ઉપલબ્ધ છે. દરેક ભારતીય ઘરની તેને તૈયાર કરવાની પોતાની રીત અલગ અલગ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
20 મિનીટ
  1. 2 કપજાડા પૌઆ
  2. 3 tbspતેલ
  3. 1/4 કપસીંગદાણા
  4. 1 tspરાઈ
  5. 1 tspજીરું
  6. 4 નંગજીના સમારેલા લીલાં મરચાં
  7. 8-10 નંગમીઠા લીમડા ના પાન
  8. 1/2 tspહીંગ
  9. 1 નંગમીડિયમ સાઇઝ સમારેલા બટાકું
  10. 1મોટી સાઇઝ જીની સમારેલી ડુંગળી
  11. 1/2 tspહળદર પાવડર
  12. 1/2 tspલાલ મરચું પાવડર
  13. નમક સ્વાદ અનુસાર
  14. 1 tspખાંડ
  15. 1 નંગલીંબુ નો રસ
  16. 2 tbspજીની સમારેલી લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

4 વ્યક્તિ
  1. 1

    સૌ પ્રથમ પૌઆને પાણીથી બરાબર રીતે ધોઈ કાણાવાળા બાઉલમાં પાણી નીતારવા માટે રાખી દેવાના છે. જેથી પૌઆ એક બીજા ને ચોટશે નહીં અને એકદમ સરસ છુટા થઈ જશે.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સીંગદાણા ઉમેરી તેને ફ્રાય કરી લો.

  3. 3

    હવે તે જ તેલમાં રાઈ, જીરુ, જીના સમારેલા લીલાં મરચાં, મીઠા લીમડા ના પાન અને હિંગ ઉમેરી બરાબર રીતે સાંતળી લો.

  4. 4
  5. 5

    હવે આમાં સમારેલું બટાકું ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકી ને બટાકા સોફ્ટ થાય ત્યાં સુધી મીડિયમ ગેસ ની આંચ પર કૂક કરી લો. હવે આમાં જીની સમારેલી ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી ડુંગળી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી કૂક કરી લો. ત્યાર બાદ આમાં નમક, હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  6. 6
  7. 7

    હવે આમાં કોરા કરેલા પૌંઆ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં ખાંડ, લીંબુ નો રસ અને ફ્રાય કરેલા શીંગદાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  8. 8

    હવે ગેસ ની આંચ બંધ કરી જીની સમારેલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  9. 9

    હવે આપણા એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા મહારાષ્ટ્રીયન કાંદા પોંહા તૈયાર છે સર્વ કરવા માટે. આ પોહા ને ગરમ ગરમ ચા સાથે ખાવાની મજા આવે છે.

  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes