સ્પાઇસી રગડા પેટીસ (Spicy Ragda Pattice Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
6 સવિઁગ
  1. પેટીસ માટે
  2. 1 કીલો બોઇલ બટાકા
  3. મીઠું સ્વાદમુજબ
  4. કોથમીર
  5. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. ચપટી હળદર
  7. 1/2 ચમચીઆમચૂર
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. કોથમીર
  10. તેલ
  11. રગડા માટે
  12. 200 ગ્રામસફેદ વટાણા ઓવર નાઈટ પલાળેલા
  13. મીઠું સ્વાદમુજબ
  14. તેલ જરુર મુજબ
  15. 2 નંગકટ કરેલ કાંદા
  16. 1/2 કપટામેટાં ની પેસ્ટ
  17. 1 મોટી ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  18. કોથમીર
  19. 1 ચમચીરાઇ , જીરુ
  20. લીમડો
  21. 1/2 ચમચીગરમ મસાલો
  22. 1/2 ચમચીધાણા પાઉડર
  23. 3 ચમચીઆંબલી નો પલ્પ
  24. હીંગ ચપટી
  25. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લો ત્યાર બાદ છાલ કાઢી માવો કરી તેમા બધા મસાલા કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો

  2. 2

    ત્યાર બાદ બ્રેડ ના ભુકો કરી લો હવે માવા માથી પેટીસ વાળી ભુકો મા રગદોળી લો ત્યાર બાદ નોનસ્ટિક પેન મા તેલ લગાવી ગોલ્ડન કલર ની શેકી લો

  3. 3

    હવે એક કુકર મા વટાણા નાખી મીઠું હીંગ હળદર નાખી 3 ગણુ પાણી એડ કરી સોફ્ટ થાય ત્યા સુધી સીટી કરો આશરે 5 સીટી જોશે

  4. 4

    ત્યારબાદ એક પેન મા તેલ ગરમ કરવા રાખો હવે તેમા રાઈ જીરુ હીંગ લીમડો પેસ્ટ નાખી બરાબર ગોલ્ડન થાય એટલે કાંદા નાખી થોડુક મીઠું એડ કરી દો તેલ છુટુ પડે એટલે પ્યુરી બધા મસાલા નાખી એકરસ થવા દો હવે તેમા બાફેલા વટાણા નાખી જરુર મુજબ પાણી નાખી આંબલી નો પલ્પ કોથમીર નાખી બરાબર ઉકાળો હવે તેનુ સવિઁગ કરો

  5. 5

    તો તૈયાર છે એની ટાઇમ સર્વિગ થાય તેવો રગડા વીથ આલુ પેટીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes