કોચીયા

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#RB19
#SJR
જૈન રેસીપી
આ દક્ષિણ ગુજરાતની પારંપરિક વાનગી છે જે આ ચોમાસાની ઋતુ દરમ્યાન બને છે. આ રેસીપી ખાખરાના પાનનો કોન બનાવી તેમાં ભરીને (પતરાળી) સ્ટીમ કરવામાં આવે છે અને ડિનરના સમયે બનાવીને સર્વ કરવામાં આવે છે.

કોચીયા

#RB19
#SJR
જૈન રેસીપી
આ દક્ષિણ ગુજરાતની પારંપરિક વાનગી છે જે આ ચોમાસાની ઋતુ દરમ્યાન બને છે. આ રેસીપી ખાખરાના પાનનો કોન બનાવી તેમાં ભરીને (પતરાળી) સ્ટીમ કરવામાં આવે છે અને ડિનરના સમયે બનાવીને સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપબ્રાઉન રાઈસ
  2. 2 કપકાળી અડદ દાળ(ફોતરા વાળી)
  3. 2 ચમચીલીલા મરચાં ચોપ કરેલા(તીખાશ પ્રમાણે)
  4. 1 ચમચીહીંગ
  5. 3 ટેબલસ્પૂનતેલ મોણમાટે
  6. 1 ચમચીઈનો (ફ્રુટસોલ્ટ)
  7. જરૂર મુજબ મીઠું
  8. સર્વ કરવા:-
  9. અથાણાં નો મસાલો
  10. શીંગતેલ
  11. શીંગ - મરચા નો ઠેચા(ચટણી)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રાઉન રાઈસ (કડાના ચોખા) અને અડદ ની ફિટર વાળી દાળ સરખા ભાગે મિક્સ કરી કરકરું દળી લો. આ મિક્સ લોટને એક મોટા વાસણ માં લઈ તેલ થી મુઠ્ઠી પડતું મોણઆપી મોઈ લો. તેમાં માપનું મીઠું અને હીંગ ઉમેરી હુંફાળા ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળી દો.

  2. 2

    હવે કોચીયા નું ખીરું પલળી જાય એટલે અધકચરા ક્રશ કરેલ મરચા ઉમેરો. એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો તેના પર એક ચારણી તેલથી ગ્રીસ કરી પ્રિ હિટ કરો.પતરાળી ના પાન માંથી ફોટોમાં બતાવ્યા મુજબ કોન બનાવી ટૂથ પિક વડે ફિક્સ કરી લો...ખીરામાં ઈનો ઉમેરી તેના પર એક ચમચી પાણી રેડી એકજ દિશા માં ફેંટી ને એક એક ચમચો ખીરું કોનમાં ભરી ને સ્ટીમરમાં ચારણી પર ઢાંકીને સ્ટીમ કરવા મુકો.

  3. 3

    20 થી 25 મિનિટ માટે સ્ટીમ કરો...ઢાંકણ ખોલી એક ટૂથ પિક વડે ચેક કરો કોચીયા બોઈલ થઈ જાય એટલે એક ડીશમાં બહાર કાઢી પાન સાથેજ અથવા પીસ કરીને તેલ અને અથાણાં ના મસાલા સાથે સર્વ કરો.મેં શીંગ-મરચાં-લીંબુના ઠેચા સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Top Search in

Similar Recipes