શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચણાનો લોટ
  2. ૨ કપખાંડ
  3. ૪ કપદૂધ
  4. ૧ વાટકીઘી
  5. ૨ ચમચીઇલાયચી પાઉડર
  6. ૪ ચમચીકાજુ બદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણા ના લોટ માં ઘી અને દૂધ નો ધાબો દઇ ને એક કલાક માટે ઢાંકીને રાખો. પછી ચારણી ની મદદથી ચાળી લો.

  2. 2

    પછી એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં લોટ નાખી બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો.પછી તેમાં ૧ કપ દૂધ ઉમેરીને ૫ મિનિટ સુધી હલાવતા રહો.પછી એક તપેલીમાં ખાંડ ડુબે તેટલું પાણી નાખીને એક તાર ની ચાસણી બનાવી લો.

  3. 3

    પછી લોટ શેકાઈ જાય અને ઠંડુ પડે એટલે તેમા ચાસણી નાખી સરખું હલાવો. ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી મિશ્ર કરી લો.પછી થાળીને ઘી થી ગ્રીસ કરીને પાથરીને કાજુ બદામની કતરણ વડે ગાર્નિશ કરી લો.

  4. 4

    થોડુ ઠંડુ થાય પછી તેના કાપા પાડી લો.તો તૈયાર છે મોહનથાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes