બટાકા ની સુકી ભાજી

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
બે લોકો માટે
  1. 1બાઉલ બાફીને સમારેલા બટાકા
  2. 2 મોટી ચમચીતેલ
  3. 1 ચમચીજીરૂ
  4. 1 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  5. ચારથી પાંચ સમારેલા લીલા મરચા
  6. 2 નાની ચમચીખાંડ
  7. અડધા લીંબુનો રસ
  8. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને ધોઈને બાફી લેવા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી સમારી ને એકદમ ઠંડા કરી લેવા અથવા બટેકાને 1/2કલાક ફ્રીજમાં મૂકી દેવા

  2. 2

    પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી મારેલા લીલા મરચા નાખી મિક્સ કરી સમારેલા બટાકા નાખી તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું લાલ મરચું પાઉડર ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી એકદમ ધીમા ગેસ ઉપર જ કૂક થવા દેવું

  3. 3

    પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી મિક્સ કરી ગરમાગરમ સૂકી ભાજી સર્વ કરવી

  4. 4

    આ સુકી ભાજી બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમારે બપોરે સુકી ભાજી બનાવવી હોય તો બટેકાને સવારથી જ બાફીને ઠંડા કરી લેવા. ગરમ ગરમ બટેકા થી આ સૂકી ભાજી બનાવવી નહીં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes