ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#RJS
#SSR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. અમારા રાજકોટમાં સોનાલીની પાઉંભાજી ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં પણ તેમની ખડા પાઉંભાજી નો સ્વાદ તો કંઈક અનોખો જ આવે છે. મેં આજે રાજકોટની ખૂબ જ ફેમસ એવી સોનાલીની ખડા પાઉંભાજી ઘરે તેમની જ રીતથી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ માટે
  1. 2 Tbspતેલ
  2. 2 Tbspઘી કે બટર
  3. 1 Tspજીરુ
  4. 1 Tbspમરચા લસણ ની પેસ્ટ
  5. 1/2 કપબારીક સમારેલા કાંદા
  6. 1/2 કપસમારેલા ગ્રીન કેપ્સીકમ
  7. 1 કપટોમેટો પ્યુરી
  8. 1/4 કપઅધકચરા બાફેલા ગાજરના ટુકડા
  9. 1/2 કપઅધકચરા બાફેલા લીલા વટાણા
  10. 2મીડીયમ સાઈઝના અધકચરા બાફેલા બટેટાના ટુકડા
  11. 1/2 કપસમારેલા ફલાવરના ટુકડા અથવા સમારેલી કોબી
  12. 1 Tbspકાશ્મીરી લાલ મરચું
  13. 1/2 Tspહળદર પાઉડર
  14. 1/2 Tbspધાણાજીરુ
  15. 1 Tbspપાઉભાજી મસાલા
  16. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક કડાઈમાં ઘી તેલ મિક્સ માં ગરમ કરી તેમાં જીરું, મરચાં લસણની પેસ્ટ અને સમારેલા કાંદા ઉમેરો.

  2. 2

    તેને બરાબર રીતે સાંતળી લો.

  3. 3

    હવે તેમાં સમારેલા કેપ્સિકમ ઉમેરી બે મિનિટ માટે કુક કરો. ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી ઉમેરી તેને બરાબર રીતે મિક્સ કરી ફરી બે મિનિટ માટે કુક કરો.

  4. 4

    હવે તેમાં અધકચરા બાફેલા ગાજરના ટુકડા, લીલા વટાણા, ફ્લાવર અથવા કોબી અને બટેટાના ટુકડા ઉમેરો.

  5. 5

    બધું બરાબર રીતે મિક્સ કરી વેજીટેબલ્સ બરાબર કૂક થઈ જાય ત્યાં સુધી તેને ચડાવો.

  6. 6

    હવે તેમાં બધા જ મસાલા, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરો. જેથી ખડાભાજી સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  7. 7

    એક પેનને ગરમ કરી તેમાં બટર મૂકી તેના પર થોડો પાવભાજી મસાલો અને કોથમીર છાટી પાઉંને વચ્ચેથી કટ કરી બંને તરફથી બટરમાં શેકી લો.

  8. 8

    જેથી ગરમા ગરમ રાજકોટની સ્પેશિયલ એવી ખડા પાઉંભાજી સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  9. 9

    સર્વ કરતી વખતે તેના પર થોડી સમારેલી કોથમીર, કાચી ડુંગળી અને ટામેટાં છાંટો. ડુંગળી ટમેટાના સલાડ અને લીંબુ સાથે તેને સર્વ કરો.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (7)

Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes