ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

મેડિટેરિયન રેસીપી કલરફુલ અને હેલ્થી તેમજ ફટાફટ બની જતી હોઈ છે.. મોટા ભાગ ની રેસીપી સાથે ડીપ સર્વ થતુ હોઈ છે અને કૂકિંગ પ્રોસેસ પણ ઓછી હોઈ છે. આજ ની લેબેનિસ રેસિપી મા પીટા બ્રેડ યેસ્ટ ફ્રી તેમજ ઘઉં ના લોટ ની બનાવેલ છે અને હમસ ની બદલે મેયોનીઝ મા મિન્ટ ચટણી ઉમેરી બનાવેલ છે. લેબેનિસ ક્યુઝિન ની આ રેસિપી આપણા ક્યુઝિન ને compatible છે એટલે ચોક્કસ થી ટ્રાય કરી શકાય છે.
#ATW3
#TheChefStory

ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મેડિટેરિયન રેસીપી કલરફુલ અને હેલ્થી તેમજ ફટાફટ બની જતી હોઈ છે.. મોટા ભાગ ની રેસીપી સાથે ડીપ સર્વ થતુ હોઈ છે અને કૂકિંગ પ્રોસેસ પણ ઓછી હોઈ છે. આજ ની લેબેનિસ રેસિપી મા પીટા બ્રેડ યેસ્ટ ફ્રી તેમજ ઘઉં ના લોટ ની બનાવેલ છે અને હમસ ની બદલે મેયોનીઝ મા મિન્ટ ચટણી ઉમેરી બનાવેલ છે. લેબેનિસ ક્યુઝિન ની આ રેસિપી આપણા ક્યુઝિન ને compatible છે એટલે ચોક્કસ થી ટ્રાય કરી શકાય છે.
#ATW3
#TheChefStory

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફલાફલ માટે
  2. 2 કપકાબુલી ચણા(6-8 કલાક પલાળેલા)
  3. 2ડુંગળી
  4. 1કટકો આદું
  5. 2 નંગતીખા મરચાં
  6. 1/4 કપકોથમીર
  7. 8-10લસણ ની કળી
  8. પીટા બ્રેડ માટે
  9. 2 કપઘઉં નો લોટ
  10. 2 ટીસ્પૂનઓલીવ ઓઇલ
  11. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  12. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  13. 1/2 કપદહીં
  14. 1/2 કપપાણી
  15. ડીપ માટે
  16. 2 ટેબલસ્પૂનમેયોનીઝ
  17. 2 ટેબલસ્પૂનફુદીના ની લસણ નાખીને બનાવેલી ચટણી
  18. સલાડ માટે
  19. કોબી, ગાજર, કેપ્સિકમ,ડુંગળી અને ગોળ કાપેલી કાકડી
  20. ડ્રેસિંગ માટે ઓલીવ ઓઇલ + લીંબુ નો રસ + મીઠું+ મરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાબુલી ચણા ને ધોઈ ને પલાળી લેવા. 6-8 કલાક બાદ તેમાં લસણ આદું મરચાં તેમજ કોથમીર નાખીને ક્રશ કરી લેવું.

  2. 2

    પીટા બ્રેડ માટે પેલા પાણી મા દહીં તથા બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખીને તેમાં તેલ તથા લોટ ઉમેરી કણક તૈયાર કરવી અને 1 કલાક રેસ્ટ આપવો

  3. 3

    રેસ્ટ આપેલા લોટ માંથી લંબગોળ થોડું જાડી પીટા બ્રેડ વણી ને પ્રીહીટ કરેલા ઓવન મા 8-10 મિનિટ થવા દો. રોટલી ના ફુલ્કા જેવી જ ફૂલી ને તૈયાર થશે

  4. 4

    ફલાફલ માટે તૈયાર કરેલ ખીરા મા ડુંગળી ઉમેરી દાળ વડા ની જેમ તળી લેવા

  5. 5

    સલાડ માટે બધા શાક મિક્સ કરી ને ડ્રેસિંગ ઉમેરી તૈયાર કરવું અને મેયોનીઝ મા ચટણી એડ કરી ડીપ તૈયાર કરવું

  6. 6

    હવે પીટા બ્રેડ ને વચ્ચે થી કાપસુ એટલે પોકેટ જેવું થશે તેમાં ડીપ સ્પ્રેડ કરી સલાડ તેમજ ફલાફલ ગોઠવી તૈયાર કરવું

  7. 7

    તૈયાર ફલાફલ ને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita Rindani Mankad
પર

ટિપ્પણીઓ

Similar Recipes