ઓટ્સ પનીર ચીલા (Oats Paneer Chila Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#SSR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ચીલા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. મગની દાળના ચીલા, ચણાની દાળના ચીલા, ઓટ્સ ચીલા વગેરે જુદા જુદા ઇન્ગ્રીડીયન્સ નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ચીલા બનાવી શકાય છે. મેં આજે ઓટ્સનો ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે. આ ચીલ્લામાં ઓટ્સ ઉપરાંત પનીર અને વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે. આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એ ઉપરાંત ઓટ્સ, પનીર, બેસન અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવાતા હોવાથી હેલ્ધી પણ તેટલા જ છે. સવારના બ્રેકફાસ્ટમાં સાંજે લાઈટ ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ ચીલ્લાનો ઉપયોગ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
8-10 ચીલ્લા
  1. 1 કપઇન્સ્ટન્ટ ઓટ્સ
  2. 2 Tspબેસન
  3. 1/4 કપસમારેલું કેપ્સીકમ
  4. 1 Tbspસમારેલા લીલા મરચા
  5. 2 Tbspખમણેલું ગાજર
  6. 1/4 કપસમારેલી ડુંગળી
  7. 1 Tspલાલ મરચું પાઉડર
  8. 1/2 Tspધાણાજીરૂ
  9. ચપટીહળદર
  10. ચપટીહિંગ
  11. 1/2 Tspસંચળ પાઉડર
  12. 1/4 Tspગરમ મસાલો
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1/2 કપખમણેલું અથવા મેશ કરેલું પનીર
  15. જરૂરિયાત મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક બાઉલમાં ઇન્સ્ટન્ટ ઓટ્સ લઈ તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી દસ મિનિટ માટે ઓટ્સને પલળવા દેવાના છે.

  2. 2

    ત્યારબાદ તેમાં બેસન, સમારેલું કેપ્સિકમ અને સમારેલા લીલા મરચા ઉમેરવાના છે.

  3. 3

    ખમણેલું ગાજર અને સમારેલી ડુંગળી ઉમેરવાની છે.

  4. 4

    બધા જ મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. બધું જ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    બે ચમચી જેટલું પાણી ઉમેરી બેટર પાથરી શકાય તેવું બનાવવાનું છે.

  6. 6

    એક નોન સ્ટિક લોઢીને ગરમ મૂકી તેના પર બેટરને પાથરવાનું છે ફરતે થોડું તેલ લગાવવાનું છે. થોડું કુક થાય એટલે તેના પર ખમણેલું પનીર અને થોડા વેજીટેબલ ઉમેરવાના છે.

  7. 7

    ચીલ્લાને ઉલટાવીને બંને તરફથી શેકી લેવાનો છે.

  8. 8

    આ જ રીતે બધા ઓટ્સ પનીર ચીલા તૈયાર કરી લેવાના છે.

  9. 9

    મેં આ ચીલ્લાને ટોમેટો ઓનિયન ચટણી સાથે સર્વ કર્યા છે.

  10. 10
  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes