કેસર વેનીલા દૂધ પૌઆ (Kesar Vanilla Doodh Poha Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#TRO
#ChooseToCook
શરદ પૂર્ણિમા નાં તહેવારે દૂધ પૌઆ ની મોજ લગભગ બધા જ ગુજરાતી ઓ માંણે છે.આ દૂધ પૌઆ તંદુરસ્તી માટે ખુબ સારા છે પેટ માં ઠંડક આપવાની સાથે આંતર ગરમી ને દુર કરે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1લીટર ફૂલ ફેટ દૂધ
  2. 1મોટી વાટકી પૌઆ
  3. ચપટીકેસર
  4. 1 વાટકીખાંડ
  5. 2 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  6. બદામ જરૂર મુજબ
  7. 1 ટી સ્પૂનવેનિલા કસ્ટર્ડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાસણ માં દૂધ ને ખાંડ નાખી ઉકળવા મુકો.થોડા ગરમ દૂધ માં કેસર પલાળી રાખો.ઇલાયચી નો ભુક્કો બદામ ની કતરણ કરી લો.

  2. 2

    ઠંડા દૂધ માં કસ્ટર્ડ પાઉડર ઓગાળી લો. હવે દૂધ ઉકળે એટલે ધોળેલું કેસર ઉમેરો એને ઇલાયચી પાઉડર પણ નાખી દો

  3. 3

    હવે ગેસ ધીમો કરી તેમાં દૂધમાં ધોળેલો કસ્ટર્ડ પાઉડર ધીમે ધીમે ઉમેરો અને બરાબર હલાવો જેથી ગાંઠા ન પડે.ઉકળી જાય એટલે બદામ ની કતરણ પણ નાખી ઉકાળો.પૌઆ ને એક કલાક પહેલા પાણી માં પલાળી રાખો જેથી એ સોફ્ટ રહે.

  4. 4

    ગેસ પરથી દૂધ ઉતારી લો.અને ગરમ દૂધ માં પૌઆ ઉમેરી હલાવી લો.ઠરે અગાસી પર ચંદ્ર નાં પ્રકાશ માં બે ત્રણ કલાક ઠંડા કરવા મૂકી દો.તમે ફ્રીઝ માં પણ ઠંડા કરી શકો છો.

  5. 5

    સર્વ કરવા માટે બાઉલ માં કાઢી બદામ થી ગાર્નિશ કરો.આ દૂધપૌઆ ખુબ સ્વાદિષ્ટ બને છે.કેસર અને ઇલાયચી સાથે વેનીલા ની ફ્લેવર્સ ખૂબ સરસ લાગે છે.😋😊

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes