બ્લુબેરી ચીઝ કેક (Blueberry Cheese Cake Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

ઘણી વખત એવુ બનતું હોઈ કે કોઈ રેસિપી નું નામ સાંભળીને કે ટેસ્ટ કરીને એમ થાય કે આવી રેસીપી ઘરે બનાવી શકાય કે નઈ પણ એ રેસીપી બનાવામાં પણ સરળ હોઈ છે એવી જ રેસીપી મે આજે બનાવેલ છે
#ChooseToCook

બ્લુબેરી ચીઝ કેક (Blueberry Cheese Cake Recipe In Gujarati)

ઘણી વખત એવુ બનતું હોઈ કે કોઈ રેસિપી નું નામ સાંભળીને કે ટેસ્ટ કરીને એમ થાય કે આવી રેસીપી ઘરે બનાવી શકાય કે નઈ પણ એ રેસીપી બનાવામાં પણ સરળ હોઈ છે એવી જ રેસીપી મે આજે બનાવેલ છે
#ChooseToCook

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 18-20ડાયજેસ્ટીવ બિસ્કિટ
  2. 3-4 ટેબલસ્પૂનમેલ્ટેડ બટર
  3. 300 ગ્રામમોળું દહીં(પાણી નીતારેલુ)
  4. 100-150 ગ્રામઘરે બનાવેલું પનીર
  5. 375મીલી કન્ડેન્સેડ મિલ્ક
  6. 1ટેબલસ્પૂ્ન કોર્નફ્લોર
  7. બ્લુબેરી કંપોટ માટે
  8. 2 કપફ્રોઝન બ્લુબેરી
  9. 1/4 કપખાંડ
  10. 2 ટીસ્પૂનકોર્ન ફ્લોર
  11. 3 ટેબલસ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડાઇજેસ્ટીવ બિસ્કિટ ને ક્રશ કરીને તેમાં મેલ્ટેડ બટર ઉમેરી ને ટીન મા સ્પ્રેડ કરીને ફ્રિજ મા 30 મિનિટ માટે સેટ કરવા મૂકવું. કેક માટે સ્પ્રિંગ ફોર્મ ટીન અથવા લૂઝ બોટોમ ટીન લેવું.

  2. 2

    હવે ઘરે તૈયાર કરેલ પનીર ને મિક્સર મા ક્રશ કરી ને સ્મૂથ કરી લેવું ત્યારબાદ દહીં, પનીર, કેન્ડેન્સેડ મિલ્ક તથા કોર્નફ્લોર ઉમેરી બેટર તૈયાર કરવુ

  3. 3

    ત્યારબાદ ક્રસ્ડ બિસ્કિટ પર તૈયાર બેટર ને પોર કરી ને ટીન ને ફોઈલ થી સીલ કરી બેકિંગ ટ્રે મા પાણી ભરી ટીન મૂકી 150 ડિગ્રી પર પ્રેહીટેડ ઓવન મા 45-50 મિનિટ બેક કરવું

  4. 4

    કેક રૂમ ટેમ્પરેચર પર આવે એટલે
    અનમોલ્ડ કરી ફ્રિજ મા 3-4 કલાક સેટ કરવા મુકવી

  5. 5

    બ્લુબેરી કંપોટ માટે ફ્રોઝન બ્લુ બેરી લઇ તેમાં ખાંડ ઉમેરી અને લીંબુ નો રસ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી કૂક થવા દેવું

  6. 6

    સ્પ્રેડ જેવી consistancy માટે 3 ટેબલસ્પૂન પાણી મા કોર્નફ્લોર ઉમેરી બ્લુબેરી ના મિશ્રણ મા ઉમેરવુ

  7. 7

    કંપોટ જેવી consistancy આવે એટલે ગેસ બંધ કરી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવું ત્યાર બાદ કંપોટ ને પણ ઠંડુ કરી કેક પર સ્પ્રેડ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ishita Rindani Mankad
પર

ટિપ્પણીઓ

Similar Recipes